ચીરઇ પાસે યુપીથી મુન્દ્રા જતી માલગાડીમાં આગ લાગતાં બે દાઝયા

Contact News Publisher

ભચાઉના ચીરઈ પાસે રાત્રીના આસપાસ આવી રહેલી એક એસી કન્ટેઈનર ટ્રેનમાં આગની બીના બની હતી. જેને જોતાજ સ્થાનિક અગ્નીશમન વ્યવસ્થાઓને તેને બુઝાવી હતી, પરંતુ ઘટનામાં એક કર્મચારી ગંભીર સ્થિતીમાં હોવાનું અને એક ઓછા વતા અંશે દાયો હોવાનું મોડી રાત્રે જાણવા મળે છે. ઘટના કઈ રીતે થઈ ? તે જાણવા રેલવે વિભાગે તપાસના આદેશ આપી દીધા છે અને ઈંકવાઈરી ટીમ મોડી રાત્રેજ સ્થળ પર પહોંચી ગઈ હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

ગુરૂવારના રાત્રીના ૧૦ વાગ્યાના અરસામાં દાદરીથી મુંદ્રા જતી એસી કન્ટેઈનરની ટ્રેન ભચાઉના ચીરઈ સ્ટેશન પર આવી પહોંચી હતી. જે આવતા વેંત, તે વચ્ચે રહેલા એક કન્ટેઈનરમાંથી આગની લપટો નિકળતી હોવાનું સામે આવતા સ્ટેશન પર રહેલી અગ્નીશમનની સાધન સામગ્રી લઈને તે ડબ્બા પર મારો ચલાવીને તેને કાબુ લવાઈ હતી. આ આગની ઘટના જે એસી કન્ટેઈનરમાં લાગી, તેમાં જનરેટર હતું અને કન્ટેઈનર કોર્પેારેશન ઓફ ઈન્ડીયા લીમીટેડના ચાર એટેન્ડન્ટ તેમા તે સમયે હાજર હતા. જેમાંથી સદભાગ્યે બેને કોઇ ઈજા પહોંચી નથી, પરંતુ એક ઓછાવતા અંશે તો એક ગંભીર રીતે દાયા હોવાનુ સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

જેમાં નિદેશ શર્મા અને પ્રશાંત શર્માનો સમાવેશ થાય છે. બંન્નેને ૧૦૮ની સહાયતાથી ચીરઈથી ગાંધીધામમાં અને ત્યાંથી સ્ટલગ હોસ્પીટલ ખાતે મોડી રાત્રે સારવાર માટે ખસેડાયા હતા. આ ઘટના કયાં સંજોગોમાં બની અને આગ લાગવા પાછળ જનરેટર કક્ષ કે અન્ય કયું કારણ જવાબદાર રહ્યું તે અંગે રેલવે વિભાગે તપાસના આદેશ આપી દીધા હોવાનુ અને મોડી રાત્રે તપાસનીસ ટીમ સ્થળ પર પણ પહોંચી હોવાનું જાણવા મળે છે. ટ્રેનને ઘટના બાદ જે તે વેગનથી અલગ કરીને રોકી દેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News