કચ્છમાં કાપડના માસ્કને લાગ્યો રાજનીતિક રંગ : માસ્ક વિતરણ માત્ર ઉપલી કક્ષાએ વાહ વાહી મેળવવા…

Contact News Publisher

ગુજરાત સરકારે પહેલી ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ 500 રૂપિયા દંડ ફટકારવાનો નિર્ણય લીધો છે ત્યારે કચ્છમાં લોકો એવો આક્ષેપ પણ કરી રહ્યા છે કે પોલીસ માત્ર ટાર્ગેટ પુરો કરવા માસ્ક ન પહેરનારને આડેધડ દંડ ફટકારી રહી છે, તો બીજી બાજુ કચ્છમાં રાજકારણીઓ પણ માત્ર ગાંધીનગર ખાતે વાહ વહી લૂંટવા એકદમ નબળી ગુણવતાના કહી શકાય તેવા માસ્કનું વિતરણ કરી પોતાનો સ્વાર્થ સંતોષી રહ્યા છે.

તો આવી જ રીતે કચ્છમાં પ્રજા પણ માત્ર પોલીસના દંડ થી બચવા માત્ર જરૂર જણાય ત્યાં જ મર્યાદિત સમય માટે માસ્કનો ઉપયોગ કરતો હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયી રહ્યું છે, કોરોના મહારીનું ચિત્ર કચ્છમાં જોવા જઇયે તો માત્ર 50 દિવસમાં જ ૨૦૦ થી વધુ કેસ સરકારી ચોપડે ચડી ગયા છે જે બીજું કહી નહીં પણ લોકોમાં જાગૃતિનો અભાવ, રાજકારણીઓની સ્વાર્થવૃતિ સાફ દર્શાવે છે, અનલોક-૩ સંદર્ભે ભારત સરકારની ગાઇડલાઇનના અનુસંધાને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા છે, જેમાં પહેલી ઓગસ્ટથી રાત્રિ કરફ્યૂ સંપૂર્ણપણે રાજ્યભરમાંથી ઉઠાવી લેવાનું નક્કી થયું છે, ત્યારે લોકો સાથે તંત્ર પણ કચ્છમાં સાબદું બની વધતાં જતાં આ સંક્રમણ સાથે કેવી રીતે બાથ ભીડે છે તે તો હવે જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *