ઇદના તહેવારમાં માંડવીના ખલાસી પરિવારોમાં ગમગીની : કચ્છના ૧૧ કુ-મેમ્બરો અઢી મહિનાથી ઇરાનની જેલમાં

Contact News Publisher

ગત તા. ૧૫ મે ના રોજ દુબઈથી વેપાર અર્થે જહાજમાં ઈલેક્ટ્રોનિક માલ સમાન ભરી ને કરાચી માટે માટે રવાના થયેલુ માંડવીનું અલ-ઈરફાન વહાણ ૧૧ ક્રુ મેમ્બરોને ઈરાન નેવીએ ચાંચિયાઓના પંજામાંથી તો મુકત કરાવ્યા પણ પછી તેઓને વહાણની ઇલેકટ્રોનિકસ આઈટમો સંદર્ભે ઈરાનની જેલમાં પુરી દીધા હતા.

આ બાબતે કચ્છના વહાણવટી આગેવાનોએ કચ્છના સાંસદને રજૂઆત કરી આ બાબતે ૧૧ ક્રુ મેમ્બરો નિર્દોષ હોવાની અને તેમને જેલમાંથી મુકત કરાવવાની વિનંતી સાથે દરમ્યાનગીરી કરવા જણાવ્યું હતું. જે સંદર્ભે ગત ૨૮ જુલાઈએ તેમને ઈ મેઈલ દ્વારા ભારતીય દુતાવાસનો ઈરાનથી જવાબ મળ્યો હોવાનું જણાવ્યું છે. જેમાં ઈરાન નેવીએ કાસીમ શહેરની જેલમાં પુરાયેલા ૧૧ ક્રુ મેમ્બરો નિર્દોષ હોવાની વાતને સ્વીકારી છે. હવે ટૂંક સમયમાં જ આ ખલાસીઓ મુકત થશે એવી આશા સાંસદ વિનોદ ચાવડાએ વ્યકત કરી આ ખલાસીઓ જલ્દી વતન ભારત પાછા ફરે તે સંદર્ભે પોતે સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *