કચ્છમાં ઉંચા વીજબીલનો ઉહાપોહ શમ્યો નથી ત્યા નવો વિજડામ : યુનિટ દીઠ ૧૨ પૈસાનો વધારો

Contact News Publisher

કોરોના લોકડાઉન વખતનાં તોતીંગ વિજબીલનો રાજયભરમાં જોરદાર ઉહાપોહ છે જ.તેવા સમયે ગુજરાત ઉર્જા વિકાસ નિગમે ભાવ વધારાનો ડામ આપ્યો છે. મ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ 12 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે જેને પગલે નવા વીજબીલ ઉંચા આવશે.

સરકારી વિજ કંપની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા જુલાઈથી સપ્ટેમ્બરનાં ઈંધણ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. પશ્ર્ચિમ ગુજરાત વિજ કંપની સહીત ચારેય વિજ વિતરણ કંપનીઓને એવી સુચના આપી છે કે જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમ્યાન ખેતીવાડી સિવાયના તમામ કેટેગરીનાં વિજગ્રાહકો પાસેથી પ્રતિ યુનિટ રૂા.2 નો ફયુલ સરચાર્જ વસુલવામાં આવે જે એપ્રિલથી જુનનાં સમયગાળામાં રૂા.1.90 હતો.

10 પૈસા સુધીના ફયુઅલ સરચાર્જ વધારા માટે ઉર્જા વિકાસ નિગમે વિજ નિયમન પંચની મંજુરી લેવાની આવશ્યકતા રહેતી નથી. એટલે ત્રણ મહિના માટે રૂા.2 નો ફયુઅલ સરચાર્જ વસુલવાનું કહેવામાં આવ્યું છે. બાકીના બે પૈસાનાં વધારા માટે વીજ નિયમન પંચની મંજુરી લેવામાં આવશે.વિજ પંચની મંજુરી મળવાના સંજોગોમાં ઓકટોબરથી તેની વસુલાત કરવામાં આવશે.
ફયુઅલ ખર્ચમાં વધારો કે ઘટાડો થાય તેના આધારે ફયુઅલ સરચાર્જ નકકી થાય છે અને વિજ વિતરણ કંપનીઓ તેની વસુલાત કરે છે. અમદાવાદ-ગાંધીનગર તથા સુરતને બાદ કરતા રાજયભરમાં સરકારી કંપનીઓ જ વિજળી પુરી પાડે છે.જુલાઈથી 10 પૈસાનો ફયુઅલ સરચાર્જ વધશે તેની અસર હેઠળ રાજયના એક કરોડ ગ્રાહકો પર 213 કરોડનો બોજ પડશે કચ્છનાં વિજ ગ્રાહકો પર મહિને 17-18 કરોડનો બોજ પડવાની સંભાવના છે.

1 thought on “કચ્છમાં ઉંચા વીજબીલનો ઉહાપોહ શમ્યો નથી ત્યા નવો વિજડામ : યુનિટ દીઠ ૧૨ પૈસાનો વધારો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *