કચ્છનાં ૧૦૦ જેટલા સ્થળના જળ અને માટી વિહિપ દ્વારા ભૂમિપુજન માટે અયોઘ્યા મોકલાશે

Contact News Publisher

ભુજ વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા આગામી તા. પ-૮ ના રોજ જયારે અયોઘ્યાની પવિત્ર ભુમીપર ભવ્ય રામમંદિરનું ભૂમીપુજન થઇ રહ્યું છે. ત્યારે સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા આજે સમગ્ર કચ્છમાં દીપોત્સવ ઉજવાશે. વિ.હિ.પ. કચ્છ વિભાગ મંત્રી કૃષ્ણકાંત પંડયાની યાદીમાં જણાવામાં આવ્યું હતું. કે પ ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉ૫સ્થિતિમાં અયોઘ્યામાં ભવ્ય રામમંદિરના થનારા ભુમી પુજનની સાંજે દરેક હિન્દુઓ પોત પોતાના ઘરે દીપ પ્રાગટય કરીને દીપોત્સવની જેમ ઉજવણી કરવી.

પ ઓગષ્ટ ભુજ રામધુન ખાતે ૧૯૯૨ની કાર સેવામાં ગયેલા રામભકતો દ્વારા આરતી, પુજન અને જય ઘોસ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં ત્યારની કાર સેવામાં મુખ્ય ભૂમિકામાં કચ્છ તરફથી ચીમનભાઇ કંસારા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, કેશુભાઇ પટેલ, અનીરુઘ્ધભાઇ દવે, સંઘ વિ.હિ.પ. ના અગ્રણીઓ હાજર રહેશે. જેમાં હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીનો પુરતો ખ્યાલ રાખવામાં આવશે વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા ગ્રામ્ય પ્રખડ અને જીલ્લા સ્તરે અનેક જગ્યા ભગવી ઘ્વજાના શણગાર પણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *