કચ્છ યુનિ. ઓનલાઈન પરીક્ષા ગોઠવે તેવી વિદ્યાર્થીઓની માંગ

Contact News Publisher

પાંચ ઓગસ્ટથી કચ્છ યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તે વચ્ચે 34થી વધુ પરીક્ષાર્થી દ્વારા કચ્છ યુનિ. પરીક્ષાનું આયોજન ઓનલાઈન ગોઠવે તેવી માંગ સાથે યુનિ.ના કુલપતિને ઈ-મેઈલ મારફત રજૂઆત કરાઈ છે.કોરોનાકાળમાં પરીક્ષાનું આયોજન ઓનલાઈન ગોઠવે તેવી માંગ સાથે યુનિ.ના કુલપતિને ઈ-મેઈલ મારફત રજૂઆત કરાઈ છે.

કોરોનાકાળમાં પરીક્ષાનું આયોજન ગોઠવવું કેટલું હિતાવહ છે તેવો સવાલ આ રજૂઆતમાં ઉઠાવી ઘણા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન પરીક્ષા આપવાની સુવિધા ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં યુજીસીની ગાઈડલાઈન મુજબ ઓનલાઈન-ઓફલાઈનનો વિકલ્પ આપવા, પરીક્ષા દરમિયાન જો કોઈ વિદ્યાર્થી સંક્રમિત થાય તો અન્ય યુનિ. જેમ કચ્છ યુનિ. કેવા પ્રકારની સહાય કરશે તે જણાવવાની પણ માગણી કરવામાં આવી છે. જીટીયુએ અનુસ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષના તમામ છાત્રોને મેરિટ બેઝ પ્રોગરેશન આપવાનો નિર્ણય લેવાયો છે તેવી જ રીતે કચ્છ યુનિ. પણ આ પ્રકારનો નિર્ણય લે તેવું વિદ્યાર્થીઓએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News