અબડાસા પેટાચૂંટણીઃ કોંગ્રેસ કોની કરશે ઉમેદવાર તરીકે પસંદગી?

Contact News Publisher

અબડાસા વિધાનસભા પેટાચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષના પ્રદેશથી જિલ્લા સ્તરના આગેવાનો ગામેગામ ફરી કોંગ્રેસ પક્ષને વધુમાં વધુ સરસાઇ?મળે અને ભાજપનો પરાજય થાય તેવો પ્રચાર-પ્રસાર કરી પાયાના કાર્યકરોમાં જોમ ભરી રહ્યા છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની આઠ બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત તેજ કરી દેવામાં આવી છે. પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતા કચ્છની અબડાસા બેઠક ખાલી થઇ છે. જેથી અબડાસા બેઠક પર હવે પેટા ચૂંટણી યોજાશે.

અબડાસા સીટ પર કોંગ્રેસના ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી આજે ભુજ આવ્યા હતા. ભુજ આવેલા કોંગ્રેસના નેતાઓએ અબડાસાના કોગ્રેસના ઉમેદવારને લઈને પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અબડાસા સીટ પર કોંગ્રેસ સ્થાનિક ઉમેદવારની પસંદગી કરશે. નોંધનીય છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં મોરબી, ગઢડા, લીંબડી, અબડાસા, કરજણ, ડાંગ, કપરાડા અને ધારી બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. જોકે, ભાજપ અને કોંગ્રેસ કોને કોને ટિકિટ આપે છે, તેના પર સૌની નજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News