કચ્છમાં ત્રણ કંપન : કચ્છમાં આ વખતે ૧૮ ટકાથી વધુ વરસાદ બન્યું કંપન પાછળનું કારણ

Contact News Publisher

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતભરમાં છેલ્લા એક મહિનાથી દરરોજ ભુકંપનાં આંચકા અનુભવાઈ રહ્યા છે ત્યારે મોડીરાત્રે કચ્છમાં વારંવાર આવતા ભુકંપનાં આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે જોકે હજુ સુધી કોઈ જાનહાનીનાં સમાચાર પ્રાપ્ત થયા નથી. સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટનાં જણાવ્યા મુજબ મોડીરાત્રે ૧૨:૪૬ વાગ્યે કચ્છનાં ભચાઉથી ૧૬ કિલોમીટર દુર નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે ૧.૮ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો.

વારંવાર આવતા ભુકંપનાં આંચકાનું કારણ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વખતે સરેરાશ ૧૮ ટકાથી વધુ વરસાદ પડયો છે. વધુ વરસાદ પડતા જમીનના ભુસ્તરમાં પાણીનો સંગ્રહ વધુ થયો છે જેને લઈને નાના-મોટા આંચકાઓ અનુભવાઈ રહ્યા છે, જે બાબતે વધુ ચિંતા કરવા જેવુ નથી તેવું જણાવાયું હતું.
છેલ્લા એક માસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભુકંપનાં ૩૦ થી વધુ આંચકા અનુભવાયા છે અને મોટાભાગે આ ભુકંપનાં આંચકા જામનગરનાં લાલપુર, ગીર સોમનાથનાં તાલાલામાં અને કચ્છનાં ભચાઉ, રાપર અને ખાવડામાં અનુભવાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *