કચ્છ યુનિ.ના તમામ છાત્રો આજથી ઓનલાઇન ભણશે

Contact News Publisher

સમગ્ર વિશ્વ સાથે કચ્છમાં પણ કોરોના મહામારીની વરવી અસર શિક્ષણ ક્ષેત્ર પર દેખાવા માપી છે જેના પરિણામે છેલ્લા ૫ મહિનાથી શૈક્ષેણિક કામગીરી ઠપ્પ થયી છે ત્યારે હવે છાત્રોનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઇન અભ્યાસ ચાલુ કરાવાયો છે ત્યારે કચ્છ યુનિ.ના છાત્રો પણ આજથી નવા સોફટવેરની અમલવારી સાથે ઓનલાઇન ભણશે.

યુનિ.એ પાઠવેલી યાદીમાં જણાવ્યા અનુસાર આમ તો વિવિધ કોલેજો પોતાની રીતે અલગ-અલગ એપ મારફતે ઓનલાઇન ભણાવી જ’ રહી છે, પણ હવે સરકારની માર્ગદર્શિકા અનુસાર માઇક્રોસોફટ ટીમ્સ કાર્યક્રમ તળે આજથી ઓનલાઇન ટીચિંગની શરૂઆત કરાશે. કુલપતિ ડો. જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં તમામ ટીચિંગ-નોનટાચિંગ સ્ટાફને તાલીમ બદ્ધ કરી દેવાયા છે. માઇક્રોસોફટ ટીમ્સ કાર્યક્રમ મારફત રાજ્યનો ઉચ્ચ શિક્ષણ વિભાગ પણ કચ્છ સહિત રાજ્યની તમામ યુનિમાં ચાલતા ઓનલાઇન અભ્યાસ પર નજર રાખશે. સરકારે જારી કરેલી માર્ગદર્શિકાનો ચુસ્તપણે અમલ કરાશે તેવું પણ એક યાદીમાં જણાવાયું. આ કાર્યક્રમ તળે છાત્રોની ઓનલાઇન હાજરી પણ પૂરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *