કચ્છમાં વરસાદના પ્રકોપે અત્યાર સુધી ૨૦ વ્યક્તિનો ભોગ લીધો

Contact News Publisher

કચ્છમાં સિઝનનો 250 ટકાથી વધારે વરસાદ થઈ ચૂક્યો છે. મેઘરાજા ક્ચ્છ પર ખમૈયા કરે તેવી આજીજી થઈ રહી છે કારણકે હવે વરસાદથી જાનમાલને નુક્શાની થઈ રહી છે. વરસાદના કારણે ડેમો, તળાવો, નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. આવા સંજોગોમાં અકસ્માત કે નાહવાના ઈરાદાથી વહેતા પાણીમાં ડૂબેલા વ્યક્તિઓ પાછા આવ્યા નથી.

કચ્છમા વરસાદના પાણીએ અત્યારસુધી 20 જેટલા વ્યક્તિનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત કચ્છમાં હવે નવા પ્રવાસન સ્થળો ઉમેરાયા છે. જેમાં લોકો હવે ડેમ અને તળાવો જોવા ઉમટી રહ્યા છે. જો કે જનમેદની ભેગી થતી હોવાથી જાનહાની થવાની શકયતા રહે છે. જેમાં બે મત નથી ઉત્સાહી યુવાનો નાહવા માટે તળાવમાં કૂદે છે પછી પાછા આવતા જ નથી. આ ઘટનાઓ સમાજ માટે ચિંતાજનક છે. કચ્છમાં પશુઓ પણ વરસાદી પાણીમાં તણાઈ જવાથી મોતને ભેટયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *