પ્રવાસન વિભાગે ફેરવી તોળ્યું : કચ્છમાં રણોત્સવ નહીં યોજાય પણ ટેન્ટ સીટી બનશે

Contact News Publisher

કચ્છમાં રણોત્સવ યોજવા બાબતે સરકાર દ્વારા કરાયેલી જાહેરાત અને ખાનગી કંપનીએ પણ શરૂ કરેલા પ્રમોશન સાથે બુકીંગ સંદર્ભે સોશ્યલ મીડીયા અને મીડીયામાં લોકોએ ઉગ્ર પ્રત્યાઘાતો વ્યકત કર્યા હતા.

રાજયના પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને રાજય કક્ષાના પ્રવાસન મંત્રી વાસણ આહીર દ્વારા રણોત્સવ સંદર્ભે અલગ અલગ માહિતી પણ અપાઈ હતી. જોકે, કોવિડ ૧૯ ના કારણે એક બાજુ સરકાર દરેક જાતિ, જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમો, ઉત્સવો ઉપર પ્રતિબંધ ફરમાવે છે, પણ જાતે જ રણોત્સવના માધ્યમથી સરકારી ઉત્સવની જાહેરાત કરે છે. આ બાબતે લોકોની ઉગ્ર પ્રતિક્રિયા બાદ રાજય સરકાર વતી પ્રવાસન વિભાગે ફેરવી તોળ્યું છે અને એવી જાહેરાત કરી છે કે, હવે રણોત્સવ નહીં યોજાય પણ ખાનગી કંપની દ્વારા સફેદરણમાં ટેન્ટ સીટી ઉભું કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News