મુન્દ્રામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા વરસાદી પાણીનો અનોખી રીતે સંગ્રહ

Contact News Publisher

કચ્છના મુન્દ્રા તાલુકામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા વરસાદી પાણીના સંગ્રહની કામગીરી કરવામાં આવી છે. જેના સારા પરિણામ મળ્યા છે. છેલ્લા બે વર્ષમાં અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા દ્વારા કરવામાં આવેલી વરસાદી પાણીના સંગ્રહની કામગીરીને આવકાર મળ્યો છે. જેમાં લોકભાગીદારીથી ભૂગર્ભ જળમાં વધારો કરવા લોકોને સાથે રાખી તેના કૂવા કે બોરવેલને રિચાર્જ કરી સામૂહિક પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ કામગીરી મુંદરા તાલુકાનાં ગામો જેવા કે ઝરપરા, ધ્રબ, સિરાચા, મોટાકાંડાગરા, દેશલપર, નાની મોટીભુજપુર, બારોઈ, લૂણી, સમાઘોઘા, નવીનાળ, નાના-મોટા કપાયા, બોરાણા, મંગરા અને મોટાભાડિયા ગામોમાં કરવામાં આવી હતી.
આ ગામોમાં કુલ ૧૮ નવા ચેકડેમથી ૧૭.૮૨ મીટર ક્યુબિક ફૂટ પાણી સંગ્રહથી ૬૩૭ હેક્ટર જમીનને લાભ મળે છે. ૩ ચેકડેમનું રિપેરિંગ કરી ૨.૬૭ મીટર ક્યુબિક ફૂટ પાણી સંગ્રહથી ૪૨ હેક્ટર જમીન, સુઝ્લામ સુફલામ જળ સંરક્ષણ અભિયાન અંતર્ગત બાવન તળાવોની સંગ્રહક્ષમતામાં ૮૫.૯૫ મીટર વધારો કરી ૨૨૦ હેક્ટર જમીનને તેનો લાભ મળ્યો છે. જ્યારે વ્યક્તિગત ૧૦૬ ખેડૂતોના ૭૫ બોરવેલ અને ૩૧ કૂવાઓના રિચાર્જ કરી કરોડો લિટર પાણી રિચાર્જ કરવામાં આવ્યું છે.
આમ કુલ ૧૦૬.૪૪ મીટર ક્યુબિક ફૂટ પાણી રિચાર્જ કરી અંદાજિત ૧૪૨૯ હેક્ટર જમીનને આ લાભ અપાયો છે. આ બધાજ ચેકડેમ, તળાવો, કૂવા વગેરે બે થી ત્રણવાર ભરાઈને રિચાર્જ થયા છે. જેથી કેટલું પાણી ભૂગર્ભમાં ભળ્યું હશે તે સમજી શકાય તેવી બાબત છે. તેમાં પણ આ વર્ષે આ બધા જ બાંધકામો સહી સલામત છે અને છેલ્લા એક માસથી વરસાદી પાણીને જમીનમાં ઉતારી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *