સમગ્ર કચ્છમાં પશુઓમાં રોગચાળો વકરતાં માલધારીઓ ચિંતિત

ભચાઉ તાલુકાના કુંભારડી ગામે પર અંદાજે સાડા ત્રણસો જેટલા બકરા ઘેટામાં ચારે પગે અસર થઇ અને ટપોટપ મરી રહ્યાંની વાત પણ સામે આવી....

Contact News Publisher

કચ્છ પંથકમાં વરસાદના અતિરેકથી પશુઓમાં રોગચાળો જોવા મળતાં માલધારીઓ ચિંતિત બન્યા છે. ઘેટાં બકરા જેવા અબોલ જીવોને બીમારીના કારણે ચાલવામાં ભારે પરેશાની થતી હોવાથી વગડામાં ચરવા જઇ શકતા નથી અને મોઢું પાકી આવતા ઘાસ પણ ખાઇ શકતા ન હોવાથી બીમારીમાં સપડાયા બાદ એક દિવસમાં મોતને ભેટતા હોવાનું માલધારીઓ જણાવી રહ્યા છે.

ભારાપરના ખેંગાર ભાઈ રબારીના કહેવા મુજબ માલધારી ગામના માલધારીના 30 જેટલા ઘેટા-બકરા બીમારીને કારણે મોતને ભેટતા આભ ફાટી પડ્યું છે. અમુક લંગડા થઈ ગયા છે અને મોઢા પાકી આવ્યા છે. માલધારીઓ હાલે હાથવગા ઈલાજ સાથે સારવાર કરે છે. અનેક ગામોમાં બીમારી ફેલાતા અનેક લવારા અને બકરા મરણ શૈયા ઉપર છે તેમ તેમણે કહ્યું હતું. પશુ પાલન વિભાગ દ્વારા યોગ્ય પગલાં ભરાય તેવી માગ તેમણે કરી હતી.

તો અંગે માલધારીઓના સંગઠન માટે કામ કરતી એનજીઓ સંસ્થાના રમેશભાઈ વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, 10 લાખ જેટલા ઘેટા બકરા કચ્છમાં આવેલા છે જેમાં ૩૦ ટકા જેટલા ઘેટા બકરાને આ બીમારી લાગુ પડી છે. જો પાંચ દસ ટકા મળે તો પણ આંકડો લાખોમાં થઇ જાય જેથી સત્વરે વહીવટ તંત્ર આ અંગે યોગ્ય કરે અહીંના માલધારીઓને આર્થિક રીતે પરેશાની ભોગવવાનો વારો પણ આવી જાય પશુઓના મોત અને એના રોગચાળા માટે વહીવટ તંત્ર અને પશુપાલન વિભાગને અપિલ પણ તેમણે કરી હતી. બીમારી બાબતે પશુ ચિકિત્સકે કહ્યું કે વરસાદી પાણીના કારણે પગ ફુગાઈ જાય અને તેનામાં રસી થાય છે.

1 thought on “સમગ્ર કચ્છમાં પશુઓમાં રોગચાળો વકરતાં માલધારીઓ ચિંતિત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *