આજથી હેલ્મેટ નહી પહેરો થશે 500 રૂપિયાનો દંડ

Contact News Publisher

ગુજરાતની સાથે સાથે કચ્છમાં પણ આજથી માસ્ક નહીં તો 1 હજાર રૂપિયા દંડ અને હેલમેટ નહીં પહેર્યું હોય તો 500 રૂપિયા દંડ થશે. આજથી 20 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક પોલીસને મેગા ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ચોમાસાની ભેજવાળી ઋતુમાં અને વરસાદી વાતાવરણમાં માસ્ક ઉપર હેલ્મેટ પહેરવાથી વિઝિબિલિટી ઘટી જતી હતી અને આ કારણને માન્ય રાખીને પણ પોલીસ કોઈને દંડ ફટકારતી નહોતી પરંતુ હવે વરસાદે પણ વિરામ લીધો છે.
ચોમાસુ જવાની તૈયારીમાં છે અને રોડ અકસ્માત વધી રહ્યા છે, ત્યારે પોલીસે કડકમાં કડક રીતે હેલ્મેટનો કાયદો અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. ટુ વ્હીલર ચાલકોને એટલી બધી રાહત હતી કે, માસ્ક ન પહેર્યું હોય તો ઈ-મેમો ફાટતો હતો પરંતુ હેલ્મેટ ના પહેર્યું હોય તો ઈ-મેમો પણ નહોતો ફાટતો પરંતુ રોડ અકસ્માતો વધતાં આજથી હેલ્મેટ માટે દંડવાનું નક્કી કરાયું છે. તેથી જો હેલ્મેટ નહિ પહેર્યું તો રૂબરૂમાં દંડ અને સીસીટીવી કેમેરામાં જે વાહન ચાલકો હેલ્મેટ વગર દેખાશે તેમના ઘરે ઈ-મેમો પહોંચશે. તો આજથી તમામ ટુ વ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેરવું પડશે અને માસ્ક પણ પહેરવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *