પડાલા ક્રીકમાં ચીનની બોટ ફરતી હોવાના સંદેશાથી દોડધામ મચી

Contact News Publisher

ચીનની સરહદે અભૂતપૂર્વ તંગદીલી પ્રવર્તી રહી છે ત્યારે કચ્છની પડાલા ક્રીકમાં એક મોટી બોટની હીલચાલ સેટેલાઇટમાં ઝીલાતાં અને તે ચીની બોટ હોવાની વાત વહેતી થતાં દોડધામ મચી હતી.

ઉપગ્રહ તસવીરમાં ગુરુવારે વહેલી સવારે એક બોટની પડાલા ક્રીકમાં હાજરી દેખાયા બાદ એજન્સીઓમાં ચાઇનીઝ બોટ ફરતી હોવાનો સંદેશો ફરતો થતાં બીએસએફ અને પોલીસ સહિતની એજન્સીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અલબત ભારે તલાશી પછી પણ કોઇ બોટ હાથમાં આવી ન હતી. એજન્સીના સૂત્રોના કહેવા પ્રમાણે પડાલા ક્રીકથી લક્કી નાળા સુધી બીએસએફની મોટી પેટ્રોલિંગ બોટ ગુરુવારે સવારે નીકળી હતી. સંભવત: આ જ બોટ સેટેલાઇટમાં ઝીલાઇ હશે, અને ત્યારબાદ બોટ ચીનની હોવાની વાત વહેતી થતાં તમામ સુરક્ષા એજન્સીઓ સાબદી બની ગઇ હતી. જોકે, વ્યાપક તલાશીના અંતે ચીનની બોટ વાળી વાત ખોટી જણાઇ હતી.

બીજી એક વાત એવી છે કે, જખૌથી મોટા ટ્રોલર ઓપરેટ થાય છે અને ઘણી વખત તે આ વિસ્તારમાં માછીમારી માટે આવન જાવન કરતા હોય છે, કદાચ આવી જ કોઇ મોટી બોટ દેખાઇ હોય અને કોઇએ ચીનની શંકાસ્પદ બોટ ઉતાળવે સમજીને કાચું કાપ્યું હોય એ સંભાવના પણ નકારાતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *