ફેસબુકમાં ચાલતો #COUPLE CHALLENGE ટ્રેન્ડ પર મોટું જોખમ : ફોટો મોર્ફ થવાનો ખતરો

Contact News Publisher

હાલમાં ફેસબુકના માધ્યમથી #COUPLE CHALLENGE (કપલ ચેલેન્જ) જેવી અલગ અલગ પ્રકારની ચેલેન્જનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમાં લોકો આડેધડ કપલ ફોટો ફેસબુકમાં અપલોડ કરી રહ્યાં છે. પરંતુ સોશિયલ મીડિયામાં આવી ચેલેન્જ તમને મોંઘી પડી શકે છે. હાલ સાયબર ક્રાઈમે જણાવ્યું છે કે લોકોએ પોસ્ટ પર મુકેલા ફોટો મોર્ફ થવાનો ખતરો ઉભો થયો છે. ફોટો મોર્ફ કરીને છેતરપિંડી આચરી શકાય છે. સાયબર ક્રિમીનલ તેનો ગેરફાયદો ઉઠાવી શકે છે. લોકોને સતર્ક રહેવા પણ પોલીસે અપીલ કરી છે.

આવા ફોટાનું મોર્ફીંગ થવાના કારણે સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમના બનાવો બને છે. ફેસબુકમાં આ પ્રકારની કોઈપણ ચેલેન્જના નામે ભ્રમિત થઈને કપલ ફોટો કે અન્ય પર્સનલ ફોટા અપલોડ કરવા નહીં જોઈએ. તેમ જણાવી સાયબર ક્રાઈમે અપીલ કરી છે કે જો અપલોડ કરેલા હોય તો તાત્કાલિક ડિલીટ કરી દેવા.

સાયબર સલામતીના નિયમોને સંપૂર્ણપણે જાણ્યા સમજ્યા વિના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી અવશ્ય સાયબર ક્રાઈમનો ભોગ બની જવાશે તેવી લાલબત્તી પણ સાયબર ક્રાઈમે બતાવી છે અને સતર્ક સાવચેત રહેવા સૂચવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *