ભુજ શહેરી વિસ્તારમાં કવોરેન્ટાઇન થયેલા દર્દીઓ બની રહ્યા છે પાડોશીઓ માટે જોખમરૂપ

Contact News Publisher

સમગ્ર કચ્છની સરખામણીએ પાછલા ૩ દિવસમાં ભુજના શહેરી વિસ્તારમાં આવેલી પોષ કોલોનીઓ તેમજ એપાર્ટમેન્ટ સહિતના વિસ્તારોમાં સંક્રમણનો આંક ચોંકાવનારો રહ્યો છે, તંત્રની ઉદાસીનતા તો પાછલા કેટલાય સમયથી સામે આવી જ રહી છે, તેની સાથે હવે કોલોની તેમજ એપાર્ટમેન્ટમાં આઇસોલેટેડ થયેલા સંક્રમિત દર્દીના પરીજનો જાહેરમાં કોઇ રોક ટોક વિના ફરતા પાડોશીઓ માટે હવે જોખમરૂપ સાબિત થઇ શકે.

ભુજના અનેક પોષ વિસ્તાર અને હાઇ પ્રોફાઇલ સોસાયટી કહી શકાય તેવા સંસ્કારનગરની આસપાસ આવેલા એપાર્ટમેન્ટો, કૈલાશનગર, રાવલવાડી, ગાયત્રી સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોમાં આવેલા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી કવોરેન્ટાઇન થયેલા સંક્રમિત્ર દર્દીઓના પરિવારજનો પોતાના ઘરની આસપાસ લટાર મારતા હોવાથી પાડોશીઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જેની ફરિયાદ પાડોશી દ્ધારા તંત્રને કરાતાં તંત્ર દ્ધારા પણ બીજાનો રેફરન્સ આપી પોતાની જવાબદારીનો ખો આપી દેવાય છે, તેવા કડવા અનુભવ આ તમામ વિસ્તારના નાગરિકો હાલ અનુભવી રહ્યા છે, જે કહી શકાય કે ચોકકસપણે તેના ગંભીર આવી શકે.

તો બીજી તરફ વહીવટી તંત્ર પણ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારોમાં માત્ર ્રસ્ટીકર લગાવી ભારે મહેનતનું કામ કર્યા હોવાનું માની સંતોષ માની લીધો છે, તંત્ર દ્ધારા જે તે વિસ્તારમાં હોમ કવોરેન્ટાઇન રહેલા દર્દીઓ પર વોચ રખાતી નથી જે કારણોસર આ તમામ વિસ્તારમાં આવેલા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થયેલા એપાર્ટમેન્ટોમાં કોરોનાના દર્દીઓ તેમજ તેમના પરિજનો પરીસરમાં આંટા ફેરા કરતા જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News