અબડાસા ચૂંટણીનો ધમધમાટ : કોંગ્રેસે જાહેર કર્યા નામ

Contact News Publisher

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી જાહેર થતાં કોંગ્રેસમાં ઉમેદવારો પસંદ કરવાનો ધમધમાટ શરૂ થયો છે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતીએ મંગળવારે દિવસભર બેઠકો યોજી હતી. બુધવારે પણ આ બેઠકો ચાલુ રહી હતી અને બેઠક દીઠ વર્તમાન રાજકીય-સામાજીક સિૃથતીનો અંદાજ મેળવાયો હતો.

1421
આ બે દિવસની ક્વાયત પછી આઠેય બેઠકોના ઉમેદવારોના નામોની પેનલ બનાવી હાઇકમાન્ડને મોકલી આપવામાં આવશે. કોંગ્રેસનાં સૂત્રોના મતે, કોંગ્રેસે પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છની પાંચ બેઠકો માટે ત્રણ-ત્રણ ઉમેદવારોની પેનલ નક્કી કરી છે.
આ પૈકી અબડાસા બેઠક માટે વિસનજી પાંચાણી, નવલસિંહ જાડેજા, પી.સી. ગઢવી, રમેશ પટેલના નામની પેનલ બનાવી છે. આ પેનલનાં નામ કોંગ્રેસ હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને દિલ્હીથી ટૂંક સમયમાં તેની જાહેરાત કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *