કપાળે ચાંદલો, બે જોડેલા હાથ, નમ્રતાભરી વાણી પણ વ્યવહાર ભ્રષ્ટાચારના કિચડમાં ખદભદી રહ્યો છે : જાણો વાગડના એક ઇન્જીનિયરની કરતુત…

Contact News Publisher

અઢી વર્ષ જેવા ટુંકા પ્રિયેડ માં પણ એક ધારાસભ્ય તરીકે વાગડ ને વિકાસની નવી આશાઓ બંધાવનાર પંકજભાઈ મહેતા ની ધારાસભ્ય પદેથી વિદાય બાદ અહી જાણે અધિકારી ઓને મોકળુ મેદાન મળી ગયુ હોય એમ કોઈપણ કામ ભ્રષ્ટાચાર વગર કરવુ એ આ તાલુકા માં અશક્ય બની ગયુ છે, અને એમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર કોઈ થયો હોય તો એ છે માર્ગ અને મકાન વિભાગમાં.

તાલુકા ની કોઈપણ દિશામાં જાઓ અહી એક પણ રોડ તમને પોષણ યુક્ત નહી મળે કારણકે અહી રોડને આપવુ પડતું પોષણ એન્જીનીયર અને કોન્ટ્રાક્ટર ના મેળ પીપળા થી આ બને જ ખાઈ જતા હોવાથી રોડ દુબળા બને છે અને અંતે પોતાની સમય મર્યાદા થી પહેલાં જ દમ તોડી દે છે જે તમને જ્યાં જ્યાં આ જોડીએ કામ કર્યું છે ત્યાં તમને સ્પષ્ટ દેખાઈ જશે.

તાજેતરમાંજ રાપર તાલુકાના ગેડી રોડ થી ગામ સુધી ના સાત કિ મી ના કામ માટે એક કરોડ નેવ્યાશી લાખ અને બેયાશી હજાર ના કામમાં ફક્ત ભ્રષ્ટાચાર શીવાય કાંઈ નથી વપરાયુ એવી ફરિયાદ સાથે ગ્રામજનો એ હલ્લો કરેલ હતો પણ, આદીપુર માં પોતાની જાતને જ્યોતિષ તરીકે પ્રસ્થાપિત કરવા માટે હવાતિયા મારતા એક મોટા ચાંદલા વાળા અને પોતાને અતિશય ધર્મ અનુરાગી લેખાવતા ઈન્જીનીયર ની ભ્રષ્ટાચારી સીંડીંકેન્ટ ના સભ્યો એ સાથે મળી આ આખા પ્રકરણમાં ક્યાંક ટુકડો આપીને તો, ક્યાંક પગ પકડી ને કુલડીમાં ગોળ ભાંગી નાખ્યો છે અને ગામની સમસ્યા હજી યથાવત જ રહી છે.
આ સમગ્ર પ્રકરણ ની જો યોગ્ય તપાસ કરવામાં આવે તો અહી અબડાસા ના એક કોન્ટ્રાક્ટર દ્વારા અબજો ના કામમાં કરોડો નો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે તો કોન્ટ્રાક્ટર પણ પોતાને ધર્મ ની ઓથ હેઠણ આવરી લેવાનો પ્રયાસ કરી સમજદારો ને ઈમોશનલી, અધિકારીઓ ને ભ્રષ્ટાચાર થી અને ટકરીયાં ઓને ટુકડો નાખી પોતાના ભ્રષ્ટાચાર ની દુકાન ને વિસ્તિરીત કરી રહ્યા છે ટુંક સમયમાં મા આશાપુરા ન્યુઝ દ્વારા આ ભ્રષ્ટાચારી સીંડીંકેન્ટ ની પરતો ખોલી આ પછાત અને સરહદી તાલુકામાં લુંટ ચલાવનારાઓ ને ખુલ્લા પાડવામાં આવશે જસ્ટ વોચ.

ઘનશ્યામ બારોટ
મા આશાપુરા ન્યુઝ
રાપર કરછ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News