જખૌ ડ્રગ્સ પ્રકરણની તપાસ NIAના હવાલે કરાઇ

Contact News Publisher

ભારતની સુરક્ષા એજન્સીઓએ ગત વર્ષે જખૌ પાસે આંતરરાષ્ટ્રીય સીમા પરથી ભારતમાં ઘૂસણખોરી કરી રહેલી પાકિસ્તાની બોટને હેરોઈનના કરોડોના જથ્થા અને 6 પાક. ખલાસી સાથે ઝડપી પાડી હતી. ત્યારબાદ શરુ થયેલી તપાસમાં અત્યંત સંવેદનશીલ બાબતો સામે આવી હતી. જેથી તપાસની કમાન નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને સોંપાઈ છે.

21મે,2019ના પાકિસ્તાની ઝંડા ચીતરેલી અલ મદીના બોટ છ ખલાસીઓ અને 1650 કરોડની કિંમત ધરાવતા 330 હેરોઈનના પેકેટ્સ સાથેના જથ્થાને ભારતીય કોસ્ટગાર્ડ, ડીઆરઆઈએ ઝડપી પાડીને દાણચોરીના મોટા કારસાને નાકામ કરી દીધો હતો, ફાયરિંગ પણ કરવાની ફરજ પડી હતી. તેમાંથી બચવાના પ્રયાસોમાં હેરોઈનના પેકેટ્સ દરિયામાં ફેંકી દેવાતા ત્યારબાદ કેટલોક સમય સુધી કચ્છના પશ્ચિમી તટમાંથી મળતા રહ્યા હતા. પ્રકરણની તપાસમાં પાકિસ્તાની નેતાઓ અને સેનાના ઘનિષ્ઠ સંપર્કોમાં રહેલા 4 કિંગપીનની સામેલગીરી બહાર આવી હતી. તો આ કેફીદ્રવ્યનો જથ્થો આતંકી ગતિવિધિમાં ડ્રગ્સ કરન્સી તરીકે ઉપયોગ કરાયાનું પણ ખુલ્યૂં હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *