સુખપર હત્યાકાંડ : માતાની હત્યા કરવા પુત્રી ક્રાઈમ પેટ્રોલ સીરીયલ જોઈ પ્રેરિત થયી

Contact News Publisher

છેલ્લા બે દિવસથી ભુજ સહિત સમગ્ર જિલ્લા ચકચાર જગાવનાર ચકચારી સુખપર હત્યાકાંડમાં માતાની હત્યા કરનાર યુવતીની પૂછપરછમાં આજરોજ વધુ એક ચોકાવનારો ખુલાસો થવા પામ્યો હતો.

સગીરાને તેના બાજુના મકાનમાં રહેતા સુનિલ જોશી નામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હોવાની જાણ સગીરાની માતાને થતા તે અવાર નવાર સુનિલ જોશીને આ બાબતે ઠપકો આપતી હતી. માતા સુનિલ ઠપકો આપતી હતી તે સગીર પુત્રીને ગમતું ન હતું. જેના કારણે એક દિવસ સગીરાએ માતાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો અને તેને ક્રાઈમ પેટ્રોલ સીરીયલનો એપિસોડ જોઈને પ્રેમી સાથે મળીને માતાની હત્યા કઈ રીતે કરવી તેનું કાવતરું રચ્યું હતું.

સુખપરમાં સગીરવયની યુવતી દ્વારા પોતાની માતાની કરપીણ હત્યાના કિસ્સાને જોઈ કહી શકાય કે આજના સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર દર્શાવાતી હિંસક વેબ સિરિઝો તેમજ ગુન્હાખોરીના કિસ્સાઓ દર્શાવતી ટીવી સિરિયલો આજના કિશોરોને હિંસક પ્રવૃતિઓ કરવા માટે પ્રેરકબળ પૂરું પાડતી હોય તેવું ચિત્ર ઊભું થયી રહ્યું છે.1420

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *