માંડવીના ૯૦ વર્ષીય જહાજ કારીગરની વિશિષ્ટ સિધ્ધી : મળ્યું વિશેષ સન્માન

Contact News Publisher

મધ્યયુગીન સમયમાં સમગ્ર ગુજરાતમાં માંડવી એક સમૃદ્ધ બંદર હતું. મહારાઓ ખેંગારજી પ્રથમ દ્વારા 1580 માં સ્થાપના કર્યા બાદ તે પશ્ચિમ એશિયા અને આફ્રિકાનો પ્રવેશદ્વાર હતો અને વહાણવટા થકી માંડવી દેશનું એક મુખ્ય ઔદ્યોગિક પ્રવેશદ્વાર હતું, પરંતુ હાલમાં માંડવીમાં વહાણવટા મૃતપાય હાલતમાં છે.

૪૦૦ વર્ષ પહેલા વિદેશમાં માલેતુજાર પોતાનો શોખ પૂર્ણ કરવા સઢથી ચાલતા જહાજનો દરિયાઇ રેસમાં ઉપયોગ કરતા અને ખાસ કરીને ભજરો નામના જહાજનો પ્રયોગ કરતા હતા તેવા જ પ્રકારના જહાજનું નિર્માણ માંડવીના નેવુ વર્ષીય શિવજી ભુદા માલમે લોકડાઉન દરમ્યાન કર્યુ છે. દશ ફુટ લાંબો અને બે ફુટ પહોળાઇ ધરાવતા જહાજની કૃતિ ભાવનગરના મ્યુઝીયમમાં મૂકાશે. તેમના દ્વારા અગાઉ એક તૈયાર કરાયેલું જહાજ રાષ્ટ્રપતિ ભવનમાં મુકાયું છે. શિવજીભાઇએ અત્યાર સુધી નાના-મોટા એક હજાર જેટલા મોડેલ તૈયાર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *