અબડાસા બેઠક માટે બંને પક્ષોમાં આંતરિક જુથવાદ ચરમસીમાએ : ચિત્ર હજુ પણ ધૂંધળુ

Contact News Publisher

અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા તડ-જોડનું રાજકારણ પણ શરૂ થઈ ગયું છે ત્યારે ગત રોજ કચ્છ જિલ્લા પંચાયતના બે સભ્યો સહિત કોંગ્રેસના ૭૦ જેટલા સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કરતા કોંગ્રેસની છાવણીમાં સોંપો પડી ગયો છે. ભુજમાં મળેલી બેઠકમાં આ તમામને શિક્ષણમંત્રીના હસ્તે ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ઇતિહાસ હમેશા તે વાતનું સાક્ષી રહ્યું છે કે કોઈપણ પક્ષમાં આંતરિક ખટરાગ કે જુથવાદ તે પક્ષ વિરોધી પ્રવૃતિને ઉતેજના આપતું રહ્યું છે ત્યારે અબડાસા બેઠકને લઈ ને બંને પક્ષમાં ક્યાંક ને ક્યાંક અંદરોદર નારાજગી તથા તેમજ અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે ત્યારે હવે તમામ દારોમદાર અબડાસાના ”જાગૃત” મતદારો પર રહ્યો છે.

ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય છાવણીઓમાં રાજકીય સમીકરણો, ગણિત, અસંતોષની નીતિ વચ્ચે બંને પક્ષોમાં આંતરિક ખટરાગ કહો કે જુથવાદની નીતિ આ તમામ બાબતે ઝીણવટભર્યા અભ્યાસ બાદ પણ રાજકિત સમીકરણોનું ચિત્ર હજુ પણ ધૂંધળુ છે તે સ્પષ્ટ પણ દેખાઈ આવે છે ત્યારે હવે તે જોવું ચોક્કસ રસપ્રદ રહેશે કે અબડાસાના ”જાગૃત” મતદારો પોતાની પસંદનો કળશ ક્યાં પક્ષ કે પછી ઉમેદવાર પર ઢોળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News