અબડાસા બેઠક પર બંને મુખ્ય પક્ષના ઉમેદવારો જાહેર થતાં હવે ખરાખરીનો જંગ મંડાયો

Contact News Publisher

કચ્છમાં અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રદ્યુમનસિંહ જાડેજાને ઉમેદવાર જાહેર કર્યા બાદ અંતે સોમવારે કોંગ્રેસે પણ ડો. શાંતિલાલ સેંઘાણીનું નામ જાહેર કરી દીધું છે, જેથી હવે ભાજપ માટે અબડાસા વિધાનસભા સભા બેઠક કબજે કરવામાં સીધા ચઢાણ જેવી સાબિત થશે. કેમ કે, નખત્રાણામાં પાટીદાર થકી મળી 10થી 15 હજારની લીડમાં આ વખતે કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર ડો. શાંતિલાલ સેંઘાણી ગાબડું પાડશે. આમ, ભાજપના પ્રદ્યુમનસિંહ સામે કોંગ્રેસના શાંતિલાલ સેંઘાણીનો જંગ નિર્ધાર્યો છે, જેમાં કોંગ્રેસનો પંજો શાંતિ જાળવશે કે ભાજપનું મન કમળ ખિલશે એ અટકળોનો વિષય બની ગયો છે.

અબડાસા વિધાનસભા બેઠક અલગ જ તાસીર ધરાવે છે, જેમાં અબડાસા અને લખપત તાલુકાના ગામડા કોંગ્રેસને 3થી 5 હજારની લીડ અપાવે છે. પરંતુ, નખત્રાણામાં પાટીદારો થકી ભાજપને 10થી 15 હજારની લીડ મળતી રહી છે. જોકે, આ વખતે કોંગ્રેસે નખત્રાણાના પાટીદાર ડો. શાંતિલાલ સેંઘાણીને ઉમેદવાર બનાવી ભાજપની લીડમાં ગાબડું પાડવાનો પ્રયાસ કર્યો છે. વળી અબડાસા વિધાનસભા ચૂંટણીમાં પક્ષ પલ્ટો કરનારા અને સળંગ બીજી વખત ઉમેદવારી નોંધાવનારાને જીત મળતી નથી, જેથી પણ આ વખતે જંગ રસપ્રદ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News