કચ્છમાં ઉમેદવારની પસંદગીથી નારાજ કોંગ્રેસનાં પ્રવકતા કૈલાસદાન ગઢવીનું રાજીનામુ

Contact News Publisher

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા નામોની જાહેરાત થતાની સાથે જ બે બેઠકો ઉપર ભડકો થયો છે .જેમાં કચ્છ અબડાસા ની બેઠક અને અમરેલી ધારી બેઠક પર વાતાવરણ ગરમાયું છે.અબડાસા ની બેઠક પર ડો.શાંતિલાલ સેધાણીના નામની જાહેરાત થતાની સાથે ભડકો થયો છે. કોંગ્રેસમાંથી કૈલાસદાન ગઢવીનું રાજીનામુ આપીને વિરોધ વ્યક્ત કર્યો છે.કૈલાસદાન ગઢવી કોંગ્રેસનાં નેતાપ્રવકતા તરીકે પણ સેવા આપતા હતા. ગઢવી કચ્છમાં ઉમેદવારની પસંદગીથી નારાજ થયા છે અને તેમણે જણાવ્યું છે કે છેલ્લાં બે ઇલેકશનમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારને ટિકિટ આપવામાં આવી છે. આથી નારાજ કૈલાસદાન ગઢવીએ પોતાનું રાજીનામું પ્રમુખને મોકલી આપ્યું છે.

1478
વિધાનસભાની પેટાચૂંટણીમાં નામોની જાહેરાત થતાની સાથે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે મતદાનની ગણતરી ના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ દ્વારા નામોની જાહેરાત ને લઈને થયેલો વિલંબ અને આગેવાનોને સંભાળવામાં કેટલી સફળ થાય છે તે પેટા ચૂંટણીના પરિણામો બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News