ભુજમાં મહેંદીકોલોની ને જોડતો પૂલ વટેમાર્ગુ માટે હવે જીવલેણ સાબિત થશે

Contact News Publisher

ભુજમાં રસ્તાઓ પર ખાડા રાજ અને શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરો તો પાલિકા માટે નજીવી બાબતો બની છે પરંતુ ભુજના જૂના રેલ્વે સ્ટેશન સામે ભુજીયા વાળા હનુમાન મંદિર પાછળ આવેલો અને મહેંદીકોલોની તેમજ જોગીવાસ ને જોડતો જાહેર પુલીઓ એટલી હદે જર્જરિત અને બિસ્માર બન્યો છે કે કોઈપણ સમયે અનિછ્નિય ઘટનાનો સાક્ષી બને તો નવાઈ નહીં ! તેની જ સાક્ષી સ્વરૂપે ગતરોજ એક માલવાહક મિનિ ટેમ્પો પૂલ પર રહેલા એક ખાડામાં ટાયર ફસાતાં ટેમ્પો પલટી ખાતાં સહેજ માં બચ્યો હતો. જો કે તમામ બાબતે ભુજ પાલિકા હર હમેંશની જેમ અજાણ છે.

આ બિસ્માર પુલની મરમંત માટે સ્થાનિકો અને વેપારીઓ દ્વારા અસંખ્ય વખત રજૂઆત બાદ પણ પરિણામ ન મળતા ભૂતકાળમાં અહીના વેપારીઓએ સ્વખર્ચે પણ મરમંત કરાવી છે પણ પાલિકાને સહેજે પણ લજ્જા ન હોય તે રીતે ન તો કોઈ પાલિકાના જવાબદાર કે ન તો આ વિસ્તારના પ્રજાના પ્રતિનિધિ આ બાબતે દરકાર લે છે, સ્થાનિકોના મતે ભુજ પાલિકા આ પૂલના સમારકામ મતે કોઈ આકસ્મિક ઘટનાની રાહ જોતું હોય તેવું પ્રતીત થયી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *