કચ્છમાં પ્રથમ વખત તહેવારો ટાંકળે ડ્રાયફ્રૂટ થયા સસ્તા

Contact News Publisher

સામાન્ય રીતે તહેવારોની સીઝન આવતાની સાથે જ વેપારીઓના ચહેરા પર રોનક આવી જતી હોય છે. પરંતુ વૈશ્વિક મહામારીએ તહેવારોની મજા પણ ફીક્કી પાડી દેતા વેપાર-ધંધા ઉપર માઠી અસર થવા પામી છે. દશેરા, દિવાળીના સામાન્ય રીતે તહેવારો નજીક આવે એટલે સુકામેવાના ભાવમાં વધારો આવતો હોય છે.
પરંતુ ચાલુ વર્ષે તહેવારો પહેલા સુકામેવાના ભાવમાં ઘટાડો આ ધંધા સાથે સંકડાયેલા વેપારીઓ માટે પણ ચોંકાવનારું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તહેવારોના રાજા ગણાતા આ પાંચ દિવસીય દિવાળીના પર્વ દરમિયાન અપાતા ઉપહારને કારણે ઓક્ટોબર માસથી જ મેવા બજારમાં તેજી રહેતી હતી. વેપારીઓને અગાઉ નોંધાયેલા ઓર્ડરો પુરા કરાવવામાં પણ ટાઈમ નહોતો મળતો પરંતુ આ વર્ષે ઓક્ટોબર અડધો પુરો થવા આવ્યો છતાં સુકામેવાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમ છતાં આ બજારમાં મંદી દેખાઈ રહી છે. કોરોનાના કારણે માંગ ઘટતા સુકામેવાના ભાવોમાં ઘટાડો નોંધાયો છે. આ બાબતે વર્ષોથી સુકામેવાનો વ્યાપાર કરતા ધંધાર્થીના કહેવા મુજબ લોકડાઉન પહેલા ટુકડા કાજુના ભાવ ૬૦૦ હતો જે ૪૫૦ થઈ ગયા છે. તો બદામના ભાવ ૭૫૦ માંથી સીધા ૬૦૦ થઈ ગયા છે. જ્યારે પીસ્તા પ્રતિકિલોએ ૧૨૦૦ હતા એ હાલમાં ૧૦૦૦ થઈ ગયા છે. વધુમાં કહેવા મુજબ દિવાળીનો તહેવાર અને લગ્નસરાની સીઝનના કારણે દર વર્ષે ભાવ વધારો હોય છે.

પરંતુ ચાલુ વર્ષે કોરોનાના કારણે લગ્નપ્રસંગમાં મર્યાદિત સંખ્યા હોવાથી કેટરર્સ મીઠાઈ વાળાના ઓર્ડર પણ નામ પુરતા આવતા હોય છે. જે ગતવર્ષની સરખામણીએ ૬૦ ટકાથી પણ ઓછા ઓર્ડર જોવા મળ્યા છે. આમ કચ્છમાં પ્રથમ વખત જ દિવાળીના તહેવાર નજીક હોવા છતાં ડ્રાયફુટના ગીફટ પેકેટના પણ ઓર્ડરમાં ઘટાડો નોંધાયો છે.

1 thought on “કચ્છમાં પ્રથમ વખત તહેવારો ટાંકળે ડ્રાયફ્રૂટ થયા સસ્તા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *