મુંદરા બંદરે પવનની ઝડપ વધતાં વહાણો અટકાવાયાં

Contact News Publisher

અરબી સમુદ્રમાં સર્જાયેલી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાય તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે અધિક આસોની અમાસના દિવસે અને નવરાત્રિની પૂર્વસંધ્યાએ કચ્છના વાતાવરણમાં પલટો આવવા સાથે અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાં-ભારે ઝાપટાં વરસતાં વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી હતી તો બદલાયેલા વાતાવરણે પવનની ઝડપ તેજ કરી નાખી છે અને હવાના બદલાયેલા મિજાજના કારણે સફરે નીકળવા માગતા વહાણોને બંદર પ્રશાસને રૂકજાવનો આદેશ આપ્યો છે. મુંદરા નગર અને આસપાસના વિસ્તારોમાં ઝરમર છાંટા પડયા હતા, તો પવન તેજ ફુંકાવાનું શરૂ થયું છે.

દરમ્યાન, બંદર ઉપર પણ ભયસૂચક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. મુંદરા માછીમાર આગેવાનના જણાવ્યા મુજબ મુંદરા અને આસપાસના દરિયામાં તેજ પવન ફુંકાય છે પણ ખાસ ચિંતા કરવા જેવું નથી. તેમણે મહત્ત્વની વાત કરતાં જણાવ્યું કે, મુંદરાથી ચાર માઇલ દૂર એન્કર પોઇન્ટ ઉપર 5થી 6 જ્યારે ક્રીક પરિસરમાં 12થી 15 જેટલા વહાણ લાંગરેલા છે. જે વહાણો તા. 20 પછી વાતાવરણ સુધરશે તો રવાના થશે. પરિસ્થિતિને પારખી જઇને માછીમારો પણ કિનારે ફિશિંગ કરે છે, ખુલ્લા દરિયામાં જવાનું ટાળે છે.

14 thoughts on “મુંદરા બંદરે પવનની ઝડપ વધતાં વહાણો અટકાવાયાં

  1. Pingback: superkaya88
  2. Pingback: spin 238
  3. Pingback: reference
  4. Pingback: ผลบอล
  5. Pingback: bonanza178
  6. Pingback: พอด
  7. Pingback: naga356
  8. Pingback: blote tieten

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *