કચ્છમાં છતે પાણીએ રવીપાક નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય

Contact News Publisher

કચ્છમાં ચાલુ વર્ષે 250થી વધુ ટકા વરસાદ પડી જતાં અનેક ડેમ-તળાવો ઓગની ગયા છે, તો આ વરસાદના કારણે ખેડૂતોના પાકોને મોટાપાયે નુકસાન પણ થયું હતું. આ નુકસાનીને ભૂલીને ધરતીપુત્રો શિયાળુ પાકોનું વાવેતર કરી રહ્યા છે, પરંતુ ભારે વરસાદ થકી તૂટી ગયેલી કેનાલો હજુ સુધી રિપેર ન થવાથી રવીપાક પણ નિષ્ફળ જવાનો ખતરો તોળાઇ રહ્યો છે.સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છમાં ચાલુ સાલે થયેલા ભારે વરસાદના કારણે અનેક ડેમ-તળાવો ઓગની ગયા છે, જેમાં ભુજ તાલુકામાં પણ અનેક ડેમો ભરાઇ ગયા છે. પરંતુ આ ડેમોની કેનાલો તૂટી ગઇ છે. આ કેનાલો હજુ સુધી રિપેર ન થવાથી છતે પાણીએ ખેડૂતોને શિયાળુ પાક નિષ્ફળ?જવાનો ભય સતાવી રહ્યો છે. ભારે વરસાદ થકી ખેડૂતોના ઉનાળુ પાક ધોવાઇ ગયા હતા. જેના કારણે મોટી આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ આ નુકસાનીને ભૂલીને ધરતીપુત્રો શિયાળુ પાક પર આશા રાખી રહ્યા છે.

તેવામાં સિંચાઇ તંત્રની બેદરકારીનો ભોગ આ ધરતીપુત્રોને બનવાનો વારો આવ્યો છે. ભુજ તાલુકાના રતિયા ડેમની કેનાલો પણ તૂટી ગઇ છે, તેમ બાવળની ઝાડી ઊગી નીકળતા શિયાળુ પાક માટે પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે. આ વિસ્તારના 200થી’ વધુ ખેડૂતો’ તેમજ 60 જેટલા ખેડૂતખાતેદાર આ ડેમ પર આધારિત ખેતી કરે છે તેમ 250થી 300 એકરમાં વાવેતર કરવામાં આવે છે તેમ સુખપરના ઉપસરપંચ મનજીભાઈ ગોરસિયાએ જણાવ્યું હતું,’ તો બાંડી ડેમમાંથી પણ પાણી’ ‘ પુરવઠા તંત્ર પાણી મેળવતું હોઇ ખેડૂતોએ આ પાણી ખેતી માટે અનામત રાખવા રજૂઆત કરી હોવાનું ખેડૂત અગ્રણી મામદભાઇએ જણાવ્યું હતું. સિંચાઇ વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હજુ સુધી કેનાલ રિપેરના ટેન્ડર પણ બહાર પડાયા નથી, તેમ આ ટેન્ડર બહાર પડાયા બાદ આઠથી દસ દિવસની મુદત બાદ ટેન્ડર ખૂલતા હોય છે, ત્યાં સુધી ખેડૂતોને રવીપાકને પાણી મળવું મુશ્કેલ છે.બીજી તરફ જિલ્લા પંચાયત સિંચાઇ શાખાના ભુજ પેટા વિભાગના `મોબાઇલ વિહોણા’ અધિકારીની કચેરીમાં સતત ગેરહાજરીના કારણે રજૂઆત અર્થે આવતા ખેડૂતોને ધરમધક્કા ખાવા પડે છે, તેમ આ મહિલા અધિકારી મોબાઇલ રાખતા ન હોવાથી અથવા તો’ કોઇને સંપર્ક નંબર આપતા ન હોવાથી ખુદ સ્ટાફના કર્મચારીઓ તેમનાથી સંપર્ક વિહોણા રહે છે, જેથી રજૂઆત અર્થે આવતા અરજદારોને કોઇ જવાબ મળતા નથી. ખરેખર તો જિલ્લા પંચાયતે આવા અધિકારીને મોબાઇલ ફાળવવો જોઇએ તેવો સૂર પણ ઊઠી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *