કચ્છમાં કોરોના કાબુમાં : રિકવરી રેટ ૮૫ પહોચ્યો

Contact News Publisher

દેશમાં હાલ કોરોનાના નવા કેસો ઘટાડો નોંધાયો છે. તેના જેમ જ ગુજરાત અને કચ્છમાં પણ નવા કેસો આવવામાં ઘટાડો જોઇ શકાય છે. તેની સીધી અસર એક્ટિવ કેસો પર જોવા મળી છે. તો કચ્છમાં સક્રિય કેસોમાં પણ ઝડપથી ઘટાડો આવી રહ્યો હોવાથી રિકવરી રેટ વધી રહ્યો છે. કચ્છમાં છેલ્લા 22 દિવસમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં 114નો ઘટાડો નોંધાયો છે.

આ અંગે મળતી વિગતો મુજબ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કચ્છમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ સ્થિતિ વિકટ બની હતી. પરંતુ ટેસ્ટીંગ વધવા છતાં ઓક્ટોબરમાં સ્થિતિ થાળે પડી રહી છે. એક અંદાજા પ્રમાણે કચ્છમાં કોરોનાનો પીક આવી ગયો છે. જેના કારણે ટેસ્ટીંગ વધવા છતાં નવા કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. જેના પગલે સક્રિય દર્દીઓ પણ ઘટી રહ્યાં છે. કચ્છમાં સપ્ટેમ્બરમાં સંક્રમણ વધ્યું હતું. જેના પગલે સક્રિય દર્દીઓની સંખ્યા પણ સતત વધી હતી. તા. 28/9/20ના જિલ્લામાં રેકોર્ડ 397 સક્રિય દર્દીઓ હતાં. જોકે ત્યારબાદ સ્થિતિ સતત સુધરી રહી છે. ત્યારથી લઇને તા. 19/10 સુધી 22 દિવસમાં સક્રિય દર્દીઓમાં 114નો ઘટાડો નોંધાયો છે. તા. 19/10 સુધી જિલ્લામાં સક્રિય દર્દીઓ માત્ર 283 રહ્યાં છે. સક્રિય દર્દીઓ ઘટવાની સાથે રિકવરી રેટ વધી રહ્યો છે. તા. 28/9/20 ના કચ્છનો રિકવરી રીટ 75 ટકા હતો. જે હવે વધીને 84 ટકા થઇ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *