ભૂતકાળમાં કોંગ્રેસે કોંગ્રેસને હરાવી : ભવિષ્યમાં ભાજપ જ ભાજપને હરાવે તો નવાઈ નહીં

Contact News Publisher

ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ મનાય છે ત્યારે કોઈપણ રાજકીય પક્ષની હાર પાછળ આંતરિક ખટરાગ કે જુથવાદ મહત્વના પરિબળ સાબિત થતાં હોય છે, ત્યારે અબડાસા ચૂંટણીમાં આવા જ કાવાદાવા સ્થાનિક ભાજપના નેતાઓ દ્વારા થયા હોવાનો ગણગણાટ શરૂ થયો છે.

ત્યારે ભૂતકાળમાં ડોકિયું કરીયે તો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની મુન્દ્રા બેઠક પર થયેલી હાર એ ભાજપની જીતતો નહીં પણ ખુદ કોંગ્રેસમાં જ રહેલી નિષ્ક્રિયતા હોવાનું ચિત્ર સામે આવ્યું હતું, આવું જ કઈક થયી રહ્યું છે અબડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે, નલિયામાં યોજાયેલી રૂપાલાની બંને સભામાં ઉમેદવારનો ક્યાંય ફોટો જ જોવા ન મળ્યો. સ્ટેજ પર બેકગ્રાઉન્ડ બેનરમાં પ્રદ્યુમનસિંહનો ફોટો જ ન હોવાથી ચકચાર મચી ગઈ છે. આમ સ્ટેજ પરની બેઠકમાં ઉમેદવારને પાછલી હરોળમાં ધકેલાયા હોવાની ચર્ચા ઉઠી છે. તો બીજી તરફ, ભાજપમા અંદરના જ લોકોએ આ વિશે કાવાદાવા કર્યા હોવાની ચર્ચા છે. ત્યારે હાલમાં નલિયા ખાતે યોજાયેલી મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેર સભામાં કહ્યું કે ” હવે આ અબડાસા ઇભલા શેઠનું નથી રહ્યું” જે બાબત પણ અબડાસાના સ્થાનીક સમાજોના અમુક વર્ગની લાગણીને ઠેસ પહોચાડનારું હતું. તો આજે દેહાવસાન પામેલા કેશુભાઈ પટેલે માંડવી મધ્યે ભાજપ તરફથી ઉમેદવાર બનીને ચૂંટણી લડ્યા હતા, જેમાં પણ ભાજપની નિષ્ક્રિયતાના કારણોસર તેમની ત્યાં હાર થયી હતી.

ત્યારે આજે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ વિથોણ નજીક સભા કરવાના હતા તેમાં તેમના વિરોધમાં બેનર લાગ્યા છે. ‘પક્ષપલ્ટુ પદ્યુમનસિંહ પ્રજાહિત કે સ્વહિત માટે ગયા છે…’ તેવા સવાલો સાથે અનેક મુદ્દે ભાજપ સરકારનો જાગૃત નાગરીકના નામે બેનર લગાવી વિરોધ કરાયો છે. તાજેતરમાં જ કરજણમાં એક સભા દરમિયાન નીતિન પટેલ પર જૂતુ ફેંકાયું હતુ, ત્યારે હવે આજે તેમના વિરોધમાં બેનર લાગ્યા છે. તેમની સભા પહેલા જ બેનર અને પોસ્ટ વાયરલ થઈ છે. તો બીજી તરફ ભાજપમાં આંતરિક અસંતોષ કારણભૂત બની રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News