રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું દેહાવસાન : વિથોણ મધ્યે ડેપ્યુટી સીએમની સભા મોકૂફ

Contact News Publisher

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયું છે. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે તેમનું નિધન થયું છે. કેશુભાઈના નિધનથી રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અચાનક કેશુભાઈની તબિયત લથડી હતી. અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ફેફસા અને હૃદયની ગંભીર બિમારી થી પીડાતા હોવાનું જાણવા મળ્યું છે. કેશુભાઈ પટેલ જન્મ ૨૪ જુલાઇ, ૧૯૨૮ના રોજ થયો હતો. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે બે વખત, માર્ચ ૧૯૯૫ થી ઓક્ટોબર ૧૯૯૫ અને માર્ચ ૧૯૯૮ થી ઓક્ટોબર ૨૦૦૧ સુધી પદ પર રહ્યા હતા. 1945માં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચારકના રૂપમાં જોડાયા હતા. 1975માં ઇમરજન્સી દરમિયાન તેમને જેલમાં પણ જવું પડ્યું હતું. કેશુભાઈ પટેલનું ગુજરાતની રાજનીતિમાં બહુ મોટું યોગદાન રહ્યું છે. કેશુભાઈ પટેલ બે ટર્મ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક સમયે કેશુભાઈ પટેલે માંડવી મધ્યે ભાજપ તરફથી ઉમેદવાર બનીને ચૂંટણી લડ્યા હતા, જેમાં પણ ભાજપની નિષ્ક્રિયતાના કારણોસાર તેમની ત્યાં હાર થયી હતી. તો આજે વિથોણ મધ્યે અબડાસા ચૂંટણી સંદર્ભે યોજનારી નાયબ મુખ્યમંત્રીની સભા પણ આજે મોકૂફ રખાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News