અમિત શાહના આગમન પહેલાં BSFના વડા રાકેશ અસ્થાનાની કચ્છની સૂચક મુલાકાત

Contact News Publisher

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છની મુલાકાતે આવવાનાં છે. દેશની અત્યંત સંવેદનશીલ અને પાકિસ્તાનની અત્યંત નજીક ગણાતી સરહદોમાંથી એક કચ્છ સરહદ છે અને કચ્છ સરહદથી પાકિસ્તાન ભારતમાં ભાંગ ફોડીયા અને ભાંગ ફોડનો સામાન ઘૂસાડવાનાં અનેક વખત નાકામ કોશિશ કરી ચૂક્યું છે, ત્યારે BSFના વડા રાકેશ અસ્થાના બે દિવસ માટે કચ્છની સૂચક મુલાકાતે આવી ગયા હોવાની વિગતો સામે આવી રહી છે.

BSFના વડા રાકેશ અસ્થાના કચ્છ અને કચ્છમાં પણ ખાસ કરીને સંવેદનશીલ સરક્રીક વિસ્તારની મુલાકાત લીધી હતી, BSFના વડાએ ગઈકાલે કચ્છ સરહદની મુલાકાત લઇ BSFના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આગામી 12મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છની મુલાકાતે આવે તેવી શક્યતા હોવાથી શાહના આગમન પહેલાં BSF DGની કચ્છની મુલાકાત સૂચક ગણાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *