કચ્છ સીમાએથી પાક મરિને ૩ બોટ સાથે ૧૮ માછીમારોનું અપહરણ કર્યું

Contact News Publisher

કચ્છ સામેપાર પાકિસ્તાન મરીન સિકયુરિટીની તૈયારીઓ યુધ્ધ જેવી છે, તમામ હથિયારો અને પોતાના કમાન્ડોનો જમાવડો છે. કચ્છ સરહદ સામે પાકિસ્તાન મરીન સિકયુરીટીઝ ફોરવર્ડ એજન્સી બની રહી છે, પાક મરીનનો આતકં આઇ.એમ.બી.એલ. પાસે સતત વધતો આવ્યો છે. સમય, સમય પર નિર્દેાષ માછીમારો તેના આતંકનો શિકાર બને છે. સોમવારે સવારે પોરબંદરની ૧ અને ઓખાની ૨ બોટોમાં ૧૮ લોકો માછીમારી કરી રહ્યા હતા જે પાક મરીનને આ વિસ્તારમાં બોટો છે તેની ભનક પડતા બોટો સાથે ત્રાટકી હતી અને ત્રણ બોટ સાથે ૧૮ માછીમારોને ધાક ધમકી કરી બંદુકના જોરે અપહરણ કરી ગઇ હતી.

આઇ.એમ.બી.એલ. જળસીમાને પાક મરીન પોતાની સમજે છે, અને એ વિસ્તારમાં કોઇ બોટ આવે નહીં તે હમેંશા જોતો હોય છે. હાલમાં જ પાકિસ્તાન માછીમારોને પોતાના નંબર આપ્યા છે જેથી માછીમારો દુરથી ભારતીય બોટોને જોઇને પીએમસીને જાણ કરી દેતા હશે. પીએમસી તરત જ આવીને તમામ ત્રણ બોટ અને ૧૮ માણસોનું અપહરણ કરી ગયું હતું. અરબસાગરમાં જરૂર મુજબ માછલીનો જથ્થો મળતો નથી, ઉપરથી પીએમસીના આતંકથી માછીમારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *