સયાજીનગરી એક્સપ્રેસ ઓચિંતી સુપરફાસ્ટ ટ્રેન જાહેર થતાં અફડાતફડી

Contact News Publisher

સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન ભુજથી મુંબઇ વચ્ચે ચાલી રહી છે જે અચાનક સુપરફાસ્ટ ટ્રેન બની ગઈ છે જેના ભાવમાં ફેરફાર આવતા તફાવત ના રૂપિયા લોકો પાસેથી લેવાયા હતા સયાજીનગરી એક્સપ્રેસ દાદર થી ભુજ અને ભુજથી દાદર દોડી રહી છે જે અચાનક સુપરફાસ્ટ જાહેર કરાતા પ્રવાસીઓ મૂંઝવણમાં મુકાયા હતા તો બીજી તરફ સુપરફાસ્ટ ટ્રેન નો ભાવ અલગ હોવાથી પ્રવાસીઓ પાસેથી તફાવતના રૂપિયા પણ લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે રેલવે તંત્રએ બે દિવસ પહેલા જાહેરાત કરી હોવાની દાવો કર્યો હતો કયા મધ્યમ કે સોસીયલ મીડિયા મારફતે જાહેરાત કરાઈ તે અંગે કોઈ ફોડ પાડ્યો નથી, સયાજીનગરી એકસપ્રેસ ને આજે તા. ૧થી સુપરફાસ્ટ નું દરજ્જો આપી વધુ ભાડું વસુલ કરવાની જાહેરાત ભુજ, ગાંધીધામ, સામખીયાળી મધ્યે કરવામાં આવી રહી છે. પ્રવાસીઓ ને ટિકિટ કાઉન્ટર પર સિટીંગ રિઝર્વેશનનાં રુ. ૧૫/-, સ્લીપર કલાસ નાં 30/-, 2 AC 3 AC નાં રુ. 60/-, 1 ACનાં રુ. 75/- નો વધારો જમાં કરાવવાં એનાઉન્સમેન્ટ થઈ રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *