કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધુમ્મસનું સામ્રાજય

Contact News Publisher

કચ્છ સહિત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક જોરદાર રીતે વધી જતા દ્વારકા, નલિયા, ઓખા, કંડલા સહિતના વિસ્તારોમાં સવારે ધુમ્મસ જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે પવનની સરેરાશ ઝડપ વધુ રહેતાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે સવારે ભેજનું પ્રમાણ અચાનક જ વધી ગયું હતું જે કારણોસર નલિયામાં 84 કંડલામાં 80 ટકા ભેજ આજે સવારે નોંધાવા પામ્યો હતો, જિલ્લામાં પાંચ દિવસ સુધી હુંફાળું વાતાવરણ રહેવાના હવામાન વિભાગના વર્તારા વચ્ચે વિષમતા અનુભવાઈ હતી. હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારમાં આગામી તારીખ 7 ના રોજ બીજું જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે અને તેની અસરના ભાગરૂપે ઠંડીના પ્રમાણમાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *