નખત્રાણાના વાલકા ગામે પવનચક્કીએ બતકનો ભોગ લીધો

Contact News Publisher

કચ્છમાં લાંબા સમયથી પવનચક્કીઓ મોર સહિત અનેક પક્ષીઓનો ભોગ લઈ ચૂકી છે તેવામાં નખત્રાણાના વાલકા ગામે પવનચક્કીએ બતકનો ભોગ લીધો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

નખત્રાણા તાલુકાના વાલકા ગામે પવનચક્કી નીચે બતકનો ધડથી માથું અલગ હોય તેવો મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બુધવારે સવારે સ્થાનિકોને આ બાબતની જાણ થતા તેઓ વાલકા-મેઘપર વચ્ચેના વિસ્તારમાં ઘટનાસ્થળે દોડી ગયા હતા.બતકના મૃત્યુનો પવનચક્કીમાં કપાઈને મૃત્યુ પામવાનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે,જેમાં બતકનું માથું પવનચક્કીના કારણે ધડથી અલગ થયું હતું.

પ્રાથમિક વિગતો અનુસાર આ બતક લેસર વહીસલિંગ ડક એટલે કે સિસોટીવાળી બતક છે.જેનું પવનચક્કીના પાંખડામાં અથડાવવાથી મોત નીપજ્યું હતું તેવી વિગતો સ્થાનિકેથી પ્રાપ્ત થઇ હતી.આરએફઓ યુ.આર.મોરીએ જણાવ્યું કે,સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી આ મુદ્દે તપાસ કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *