MDHના ધર્મપાલ અને કચ્છના સ્વ. નેણશીભાઈ રાંભિયા (લિજ્જત પાપડ) આજના યુવાઓ માટે બિઝનેશ આઈકોન

Contact News Publisher

મસાલા કિંગના નામથી મશહર એમડીએચના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું ૯૮ વર્ષની વયે આજે દિલ્હીમાં નિધન થયું. ધર્મપાલ ગુલાટીએ દિલ્હીના માતા ચંદનદેવી હોસ્પિટલમાં આજ રોજ સવારે ૬ વાગે છેલ્લા શ્વાસ લીધા. હતા. વર્ષ ૧૯૨૨માં એક નાની દુકાનથી આ સફરની શરૂઆત કરી હતી. દેશના ભાગલા બાદ તેમનો પરિવાર દિલ્હી આવી ગયો. એવા પણ અહેવાલો સામે આવ્યા હતા કે દિલ્હી આવ્યા બાદ સંઘર્ષના સમયમાં ધર્મપાલ ગુલાટીએ ઘોડાગાડી પણ ખરીદી હતી. જેનાથી તેઓ સવારીને લાવવા અને લઈ જવાનું કામ કરતા હતા. જોકે આ કામમાં ન તો ધર્મપાલ ગુલાટીનું મન લાગતું હતું અને ન તો તેમને એટલી આવક થતી હતી. ત્યારબાદ વર્ષ ૧૯૫૩માં તેઓએ ચાંદની ચોકમાં એક દુકાન લીધી, જેનું નામ મહાશયાં દી હટ્ટી રાખ્યું. ત્યારથી આ દુકાન એમડીએચના નામથી જાણીતી બની. ધીમે ધીમે ધર્મપાલ ગુલાટીના મસાલા લોકોને એટલા પસદં આવવા લાગ્યા કે તેમના મસાલાની નિકાસ દુનિયાભરમાં થવા લાગી. વર્ષ ૨૦૧૭માં તેઓએ ભારતમાં કોઈ પણ એફએમસીજી કંપનીના સૌથી વધુ ચૂકવનારા સીઇઓ પણ જાહેર કરવામાં આવ્યા હતા. જેમનું આજે વ્યાપારિક સામ્રાજય ૨૦૦૦ કરોડનું છે.

તો એવી જ રીતે કચ્છની વાત કરીયે તો આશરે ૪૦ વર્ષ અગાઉ માદરે વતન મુંદ્રાના રામાણીયાના સ્વ. નેણશીભાઈ વિશનજીભાઈ રાંભિયાએ સખત મહેનત અને અથાક પ્રયત્નો બાદ ૧૯૭૯ ના આસપાસના અરસામાં લિજ્જત પાપડને કચ્છના મુન્દ્રા સ્થિત રામાણીયા ખાતે લઈ આવી અહિયાં જ લિજ્જત પાપડનું ઉત્પાદન શરૂ કર્યું હતું, સ્વ. નેણશીભાઈ રાંભિયાના પ્રયત્નો થકી આજથી ૪૦ વર્ષ અગાઉ નાના એવા રામાણીયા તેમજ આસપાસના નાના અને અવિકસીત ગામડાઓની મહિલાઓ આત્મનિર્ભર બની હતી. આ પર થી ચોક્કસ કહી શકાય કે આજરોજ સદગતિ પામેલા ધર્મપાલ ગુલાટી તેમજ મુન્દ્રા તાલુકાના રામાણીયાના સ્વ. નેણશીભાઈ વિશનજીભાઈ રાંભિયા આજની કચ્છની યુવા પેઢી જે ઉદ્યોગ, વ્યાપાર ક્ષેત્રે જોડાયેલી છે અથવા વ્યાપાર ક્ષેત્રે જોડાવા માંગે છે તેના માટે આદર્શ પ્રેરણાસ્ત્રોત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News