41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત, જાણો શું હતો વર્ષ 1983નો સમગ્ર કેસ

Contact News Publisher

કુખ્યાત દાઉદ ઈબ્રાહિમ 1993 નાં કેસમાં નિર્દોષ જાહેર થયો છે. 1983 માં દાઉદ અને તેનો સાગરીત ઘાયલ થયા હતા. દાઉદ ઈબ્રાહિમનાં સાગરીતની પિસ્તોલમાંથી ગોળી છૂટતા ઘાયલ થયા હતા. આરોપીઓ પાસેથી બે પિસ્તોલ અને પાંચ રિવોલ્વરની મંજૂરીનો નિયમ હતો. આ કેસમાં તપાસ અધિકારીએ કલેક્ટરની મંજૂરી લીધી ન હતી. તપાસ અધિકારીએ ફરજમાં બેદરકારી દાખવી હોવાનું કોર્ટે અવલોકન કર્યું હતું. આ સમગ્ર મામલે એડિશનલ સિવિલ જજ એસ.ડી.કાપડિયાએ હુકમ કર્યો હતો.

મળતી માહિતી મુજબ તા. 11 જૂન 1983 નાં રોજ મકરપુરા પોલીસ મથકની હદ વિસ્તારમાંથી પસાર થતી હોન્ડા કારમાં પરવાનગી વગરની રિવોલ્વરથી હાજી ઈસ્માઈલથી અજાણતા ગોળી છૂટી હતી. જેમાં હાજી ઈસ્માઈલને ડાબા હાથનાં ભાગે ઈજા થઈ હતી. જ્યારે દાઉદ ઈબ્રાહિમને ગળાનાં ભાગે ઈજા થવા પામી હતી. જે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

જે બાદ ઘાયલોને સારવાર અર્થે તાત્કાલીક હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ સમગ્ર બાબતની મકરપુરા પોલીસ મથકે કારમાં સવાર ચાર વ્યક્તિ દાઉદ હસન શેખ ઈબ્રાહિમ, હાજુ ઈસ્માઈલ સુબણિયા, અલી અબ્દુલા અંતુલે, ઈબ્રાહિમ મહંમદભાઈ વિરૂદ્ધ આર્મ્સ એક્ટની કલમ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે તપાસ અધિકારી દ્વારા સારવાર લઈ રહેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી.