ભુજની જનરલ હોસ્પિટલનો કોવિડ વિભાગનો સ્ટાફ આકરા પાણીએ

Contact News Publisher

આજે સવારે ભુજ સ્થિત જનરલ હોસ્પિટલના કોવિડ વિભાગનો સ્ટાફ લાંબા સમયથી તેઓના રોકાયેલા ઇન્સેંટિવ મુદ્દે માંગ ચલાવી આખરે હડતાળ પર ઉતર્યો હતો.

આ બાબતે આધારભૂત સૂત્રોમાથી મળતી વિગતો મુજબ જનરલ હોસ્પિટલના કોવિડ વિભાગના કર્મચારીઓ દ્વારા છ મહિના અગાઉ સરકાર સમક્ષ મૂકેલી પોતાના ઇન્સેંટિવ બાબતેની દરખાસ્ત નો કોઈ ઉકેલ ન આવતા આજરોજ કર્મચારીઘણ સાથે ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન અને ભીમ આર્મીને સાથે રાખી જનરલ હોસ્પિટલના વહીવટકર્તાઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરાઇ હતી જે બાદ ડો. હિરાણીએ રજૂઆત સંદર્ભે આવતી ૨૦ તારીખ સુધીની મુદ્દત મંગાતા હવે જો કોઈ યોગ્ય નિકાલ નહીં આવે તો કર્મચારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ચીમકી સાથે હડતાળ પર ઉતર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ભુજમાં વધી રહેલા સંક્રમણ વચ્ચે જે કોવિડ સ્ટાફ પર અતિ મહત્વની કહી શકાય તેવી જવાબદારી છે ત્યારે સરકાર આ કર્મચારીઓ સાથે આ પ્રકારનું વલણ દાખવશે તો આ આટલી મોટી જવાબદારી નિભાવતો આ સ્ટાફ ક્યાં જશે ? તેવો વેધક પ્રશ્ન શહેરના પ્રબુધ્ધ નાગરિકોમાં ચર્ચાતો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *