ખાણ ખનીજ ખાતાના ભુજ સહિત છ કચેરીના સર્વેયરોની બદલી

Contact News Publisher

ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ વિભાગની કચેરીના ભુજ સાથે રાજકોટ, ગીર સોમનાથ, અને દ્રારકાના સર્વેયરોની બદલી કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે આવેલી વડી કચેરીના સિનિયર ભૂસ્તરશાશ્ત્રી દ્રારા કરાયેલા હુકમમાં ચાર બદલી સ્વવિનંતીથી અને બે બદલી વહીવટી સરળતા ખાતર કરવામાં આવી હોવાનું જણાવાયુ છે.

રાજકોટ ખાતે આવેલી અને નવી કલેકટર કચેરીમાં ત્રીજા માળે બેસતી કચેરીના સર્વેયરને ભુજ ખાતે બદલવામાં આવ્યા છે. ભુજમાં ફરજ બજાવતા જે.જે.પટેલની છોટાઉદેપુરમાં નિમણૂક કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવતાં આર.એચ.પટેલને ગાંધીનગર મૂકવામાં આવ્યા છે. છોટાઉદેપુર ખાતે ફરજ બજાવતા બી.એસ.રાઠોડને દ્રારકામાં મૂકવામાં આવ્યા છે જયારે ગાંધીનગરના એન. એચ.ટાકને મહેસાણા બદલવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *