કચ્છ યુનિવર્સિટીએ આઠ માસમા નવ શૈક્ષણિક સંકુલો સાથે એમઓયુ કર્યા

Contact News Publisher

કચ્છ યુનિવર્સિટીએ લંડન અને રાજયની જુદી જુદી આઠ શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમ. ઓ. યુ. કર્યા છે. નવ માસમાં આઠ એમ.ઓ.યુ. કરી દેવાયા છે તો હજુ 12 સંસ્થાઓ સાથે વાતચિત ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. હવે, કચ્છના યુવાનો અને છાત્રોને રોજગારી અને અભ્યાસક્રમમાં અગ્રતા મળશે. કચ્છ યુનિવર્સિટી અને જિલ્લાની જુદી જુદી કોલેજોને લાભ મળે તે હેતુસર છેલ્લા નવ માસમાં આઠ એમ. ઓ. યુ. કરાયા છે. સૌપ્રથમ ઇન્ટરનેશલ ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટ્રાઇનીંગ સાથે કરાયું જેની એક ઓફિસ અમદાવાદ અને બીજી બ્રાન્ચ લંડનમાં પણ છે અને આ સંસ્થા 45 દેશો સાથે જોડાયેલી છે. જેમાં ઓનલાઇન કોર્ષ હોય છે અને કચ્છના છાત્રોને પણ ભણાવાશે. ઇન્ટરનેશલ કક્ષાના કોર્ષ જેવા કે પર્સનાલિટી, સ્કીલ ડેવલોપમેન્ટ અને મેનેજમેન્ટના કોર્ષ કરાવશે.

ગુજરાત ઇન્સ્ટિટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સરકારની સંસ્થા છે જેના સાથે એમઓયુ કરતા છાત્રોને તેમજ સ્ટાફને ડીજાસ્ટરની તાલીમ અપાશે. તેમના દ્વારા સર્ટીફીકેટ વર્કશોપ પણ કરાશે. કચ્છ સિસમિક ઝોન 5માં આવે છે એટલે કચ્છના લોકોને તાલીમ મેળવવી જરૂરી છે જેથી ત્યાંની ટીમ કચ્છમાં આવશે અને ટુંક સમયમાં પહેલી બેચ પણ કરવામાં આવશે. ઇન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ન્યુ દિલ્હી) સાથે એમઓયુ કર્યો છે. કંપની સેક્રેટરી માટેનું છે જેના કોર્ષ કરાવાશે અને ગોલ્ડ મેડલ પણ અપાશે. કોર્ષીસથી લઇને અનેક બાબતોને સહયોગ આપશે. સેક્રેટરીના જોડે યુની.નું જોડાણ છે એટલે સીએસ કરતા છાત્રો માટે તક ઉભી થશે. સ્પોર્ટસ યુનિવર્સિટી સ્વર્ણીમ ગુજરાત ગાંધીનગર જોડે એમઓયુ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *