કચ્છની ૪૦થી વધુ કોલેજમાં સોમવારથી પ્રથમ વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે

Contact News Publisher

રાજ્ય સરકારે 8મી ફેબ્રુઆરીથી કોલેજના પ્રથમ વર્ષનું શિક્ષણકાર્ય શરૂ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે કચ્છની 45 કોલેજમાં પણ રાજ્ય સરકારે જારી કરેલી એસઓપીના ચુસ્ત અમલ સાથે ફરી એકવાર શિક્ષણ કાર્ય આરંભવા માટેની કવાયત કચ્છ યુનિ. દ્વારા હાથ ધરવામાં આવી છે.

કચ્છ યુનિ.ના કાર્યકારી કુલસચિવ આર. વી. બસિયાએ આપેલી વિગતો અનુસાર રાજ્યના શિક્ષણ વિભાગે પરિપત્ર જારી કરી આવશ્યક માર્ગદર્શિકાના પાલન સાથે પ્રથમ વર્ષનું ભૌતિક શિક્ષણ સોમવારથી શરૂ કરવાના આદેશ જારી કર્યા છે. જે અંતર્ગત કચ્છ યુનિ. સંલગ્ન 45 કોલેજમાં પણ પ્રથમ વર્ષનું શિક્ષણકાર્ય આરંભી દેવાશે તો હોસ્ટેલ માટેની જે માર્ગદર્શિકા આપવામાં આવી છે તેનું યોગ્ય પાલન થાય એ માટેની ખાસ તકેદારી પણ રાખવામાં આવશે. આમ તો કચ્છ યુનિ. હસ્તકની કોલેજમાં સોમવારથી જ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે પરીક્ષાની સાથે ભૌતિક શિક્ષણ શરૂ કરવા માટેની કવાયતને વેગવાન બનાવી દેવામાં આવી છે. વળી હોસ્ટેલના એક રૂમમાં બેથી વધુ વિદ્યાર્થીઓને રહેવા ન દેવા, સામાજિક અંતર જાળવવા સહિતના નિયમોનું પણ ચુસ્તતાપૂર્વક પાલન કરવામાં આવે તેનોય ખાસ ખ્યાલ રાખવામાં આવશે. નોંધનીય છે કે, 11મી જાન્યુઆરીથી કોલેજના અંતિમ વર્ષ અને અનુસ્નાતકનું ભૌતિક શિક્ષણ શરૂ થયા બાદ બીજા ચરણમાં પ્રથમ વર્ષ અને તે પછીના તબક્કામાં બીજા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *