કંડલા સહિત દેશના 12 અગ્રણી પોર્ટને સ્વાયત્તતા આપતા ખરડા પર મહોર

Contact News Publisher

સંસદમાં બુધવારે મેજર પોર્ટ ઓથોરિટી બિલ, 2020 પસાર કરવામાં આવ્યો હતો જેને પગલે કંડલા પોર્ટ સહિત દેશના અગ્રણી 12 પોર્ટને ડિસિઝન મેકિંગમાં વધારે સારી સ્વાયત્તતા ઉપલબ્ધ થશે તથા બોર્ડની સ્થાપ્ના કરીને તેમનું ગવર્નન્સ વ્યવસાયિક બનશે.

મેજર પોર્ટ ઓથોરિટી બિલ, 2020ને બેલેટ વોટ મારફત પસાર કરવામાં આવ્યું હતું તથા રાજ્યસભામાં તેની તરફેણમાં 84 અને વિરુદ્ધમાં 44 વોટ પડયા હતા. લોકસભાએ આ બિલને 23 સપ્ટેમ્બર 2020ના રોજ મંજૂર કરી દીધું હતું.

સાંસદોના ભયને દૂર કરતા પોટ્ર્સ, શિપિંગ એન્ડ વોટરવેય્ઝ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અગ્રણી બંદરોનું ખાનગીકરણ કરવાનો કોઈ ઉદ્દેશ નથી, ઊલટાનું ખાનગી બંદરો સામે સ્પધર્ક્ષિમતામાં વધારો થાય તે માટે તેમની ડિસિઝન મેકિંગ ક્ષમતાને વધારવાનો ઉદ્દેશ છે. મૂલ્યના સંદર્ભમાં જોઈએ તો 90 ટકા અને વોલ્યૂમના સંદર્ભમાં જોઈએ તો 70 ટકા કાર્ગો મૂવમેન્ટ આ બંદરો પરથી થાય છે. આ બંદરોમાં કંડલા ઉપરાંત મુંબઈનું જેએનપીટી, મામર્ગિાઉ, ન્યુ મેંગલોર, કોચીન, ચેન્નઇ, પારાદીપ, કોલકાતા વગેરેનો સમાવેશ થાય છે. હવે આ બંદરો પોતાના સ્વાયત નિર્ણયો કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News