પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નો ફતવો રાપર તાલુકા ની ગાગોદર જીલ્લા પંચાયત સીટ ને લાગુ પડશે?

Contact News Publisher

રાજકારણમાં કિનારે કિનારે ચાલવા વાળાની કમી નથી હોતી આવા લોકોને જ્યાં મજા આવે ત્યાં ભુસકો મારી દેવાના બનાવો અવાર નવાર બહાર આવવાના અનેક ઉદાહરણો છે અને આવા લોકો ના કોઈ નીતિ નિયમ નથી હોતા તેવા રાજકારણીઓ ચૂંટણી સમયે પોતાનો અંગત સ્વાર્થ અને  પોતાનો “ઇગો” પોષવા કે પછી પોતે જે રાજ્યમાં રોજીરોટી રળેછે એવા રાજ્ય માં રાજકીય લાભ ખાટવા આવા તકસાધુઓ અચાનક રાપર તાલુકાના મસીહા બનીને સામે આવે છે. આવા લોકોની કઈ સેવા ના આધારે આવા “તાજા જનસેવકો” ને પસંદ કરે છે એનુ ગણીત તાલુકા ની પ્રજા ને સમજાતુ નથી કે! પછી સમજવા છતાં કોઈ મજબુરી વશ તાલુકાના હિત ને ગીરવે રાખી આવા રાજકારણીઓને મત આપવા લાચાર થવુ પડે છે એ હવે આ તાલુકા ની નિયતિ બની ગઈ છે એવી ચર્ચાઓ એ હાલે રાપર તાલુકાના જાગૃતોમાં જોર પકડયું છે.

આમ તો ઇતિહાસ સાક્ષી છે કે રાજ્ય બહારના ઉમેદવારથી તાલુકા ની પ્રજા ને નથી તો કોઈ લાભ થયો કે નથી કોઈ નુકસાન થયું કારણ કે આવા લોકો એકવાર જીતી જાય એટલે તાલુકા ને રામ રામ કરીને મુંબઈ માં પોતપોતાની સામાજિક સંસ્થાઓ માં સન્માનિત થતાં ફરે છે અને આ તાલુકાની સ્થિતિ ત્યાં ની ત્યાં જ રહી છે, નબળી નેતાગીરીના પાપે અટકેલી વિકાસ ની રફતાર ને જાણી ચુકેલા મતદારોએ આ વખતે અલગ મીજાજ બનાવ્યો હોય એવુ હાલે તાલુકાના ગાગોદર જીલ્લા પંચાયત ની સીટ પર ચર્ચાતા ઉમેદવાર ના નામ ને લઈને ચર્ચા ઓએ જોર પકડયું છે, આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ તાજેતરમાં રાપર શહેર ના ભવાનીપાર્ક માં સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ ના મહામંત્રી વિનોદભાઈ ચાવડાના સન્માન પ્રસંગે ભાજપના પગ પકડવા આવનાર ગોવિંદપર ગામના પ્યોર કોંગ્રેસી પુર્વ સરપંચ ભોજાભાઈ પટેલ ના પુત્ર ભચુભાઈ ભોજાભાઈ પટેલને કોઈ પણ ભોગે જીલ્લા પંચાયતના સભ્ય બની તાલુકા ની સેવા જ કરવી છે એવી હઠે ચડેલા આ ભાઈ દ્વારા તાજેતરમાં પ્રદેશ ભાજપ ના મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડાનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો કહેવાય છે કે આ આખો સન્માન પ્રોગ્રામ ભચુભાઈ ભોજાભાઈ દ્વારા પ્રાયોજીત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ આ સન્માન સમારોહ ના બે દિવસ પહેલાં જ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા કોંગ્રેસીઓ માટે દરવાજા બંધ કરી દેવામાં આવતા આ મહાસય નો ખર્ચ માથે પડ્યો હોવાની ચર્ચા ઓએ પણ અહી જોર પકડયું હતું એવામાં સુત્રોના જણાવ્યા મુજબ ગાગોદર જીલ્લા પંચાયત ની સીટ માટે પોતાના મળતીયા ઓ સાથે ગોરધનભાઈ ઝડફિયા, અને જયેશભાઈ રાદડિયા ના પગ પકડી આ ભચુભાઈ ભોજાભાઈ પટેલ દ્વારા પાટીલ ના લેખમાં મેખ મારવાના જે પ્રયાસો ચાલુ કર્યા છે એમાં હવે પી ફોર પટેલ વિજેતા થશે કે પછી પી ફોર પાટીલ નો પરચો અવિચણ રહેશે એ તો કલાકો માં ખબર પડી જશે.

ઘનશ્યામ બારોટ

મા આશાપુરા ન્યુઝ

રાપર કરછ

8 thoughts on “પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નો ફતવો રાપર તાલુકા ની ગાગોદર જીલ્લા પંચાયત સીટ ને લાગુ પડશે?

  1. Pingback: bonanza178
  2. Pingback: ฟันคัพ
  3. Pingback: click now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *