સુરજબારી ખાડીમાં પોલીસે ફેંકેલો મોબાઈલ શોધવા આખરે પોલીસ જ ધંધે લાગી

Contact News Publisher

મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં સમાઘોઘા ગામના ત્રણ ગઢવી યુવાન પર અત્યાર થતા 2 યુવાનના મોત થયા હતા. આરોપી પોલીસ કર્મચારી અમદાવાદથી ભુજ આવતી વેળાએ પોતાનો મોબાઇલ સુરજબારી પુલમાં ફેંકી દીધો હોવાની કેફીયત આપતા પોલીસ અને ફાયર ફાઇટની ટીમ માછીમારોને સાથે રાખી મોબાઇલ શોધવા મહેનત આદરી હતી, જો કે મોબાઇલ હાથ લાગ્યો ન હતો.

મુન્દ્રામાં બનેલી ઘટના બાદ મૂળ અમદાવાદના ચાંદખેડાનો કપિલ અમૃતભાઈ દેસાઈ કરછ પોલીસ સમક્ષ સામેથી હાજર થવા અમદાવાદથી કરછ બસમાં આવી રહ્યો હતો. બસ સુરજબારી પુલ પાસે પહોંચતા કપીલ દેસાઇને વિચાર આવ્યો કે મોબાઈલ આ દરિયાની ખાડીમાં ફેંકી દઉં અને તે ફેંકી દે છે તેવું તેણે પોલીસને કેફીયત આપી છે. બાદમાં પી.એસ.આઈ. એસ. એ. માહેશ્વરી અને તેમની ટિમ અમૃત દેસાઈને લઇ સુરજબારી પુલ પર આવે છે જ્યાં સુરજબારીના સ્થાનિક માછીમારો અને ભચાઉ નગર પાલિકાના ફાયર ફાઇટર ટિમની મદદથી મોબાઇલ દરિયાના કાદવ અને પાણીમાં શોધાય છે.

સવારે 3થી 4 કલાકની શોધખોળ બાદ પણ હાથ લાગ્યો ન હતો. આમ, કપિલ દેસાઈએ ખરેખર મોબાઈલ ફેંકી દીધો કે મોબાઇલ પોલીસને આપવો ન પડે તે માટે આ બહાનુ આગળ ધરી દેવાયું છે તેવો વેધક સવાલ ખડો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News