ગુજરાતમાં લોકડાઉનને લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપ્યું મોટું નિવેદન

Contact News Publisher

દેશભરમાં કોરોનાના કેસ વધતાં અનેક રાજ્યોમાં લોકડાઉન ફરીથી જાહેર કરવામાં આવ્યું છે. જે રાજ્યોમાં કોરોના ફરીથી વકર્યો છે તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. સુરતમાં પણ વધતાં કોરોનાના કેસ વચ્ચે સુરત મહાપાલિકાએ કડક નિયમો અને પ્રતિબંધો અમલમાં મુક્યા છે.

રાજ્યમાં જેમ જેમ કોરોનાના કેસ વધી રહ્યા છે તેમ તેમ ચર્ચાઓ પણ શરુ થઈ હતી કે રાજ્યમાં પણ લોકડાઉન આવી શકે છે. તેવામાં આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપી દીધું છે. તેમણે કોરોનાના કેસ અને લોકડાઉનની ચર્ચા વચ્ચે સ્પષ્ટતા કરી દીધી છે કે રાજ્યમાં લોકડાઉન નહીં થાય.

મુખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉનની કોઈ વિચારણા નથી તેવી વાત સાથે એમ પણ જણાવી દીધું હતું કે રાજ્યની શાળા અને કોલેજો સંદર્ભમાં આજે બેઠક મળશે જેમાં ચર્ચા બાદ યોગ્ય હશે તે નિર્ણય લેવાશે. આગામી દિવસોમાં હોળીના તહેવાર આવનાર હોવાથી આ મામલે પણ બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *