કચ્છના પશુપાલકો માટે સારા સમાચાર, હવે દૂધના મળશે વધુ ભાવ

Contact News Publisher

કચ્છના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. કચ્છ સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરહદ ડેરીએ પ્રતિકીલો ફેટમાં રૂ.10નો વધારો કર્યો છે. ભાવ વધારાથી પશુપાલકોને પ્રતિ લિટર રૂ.1નો વધારો કર્યો છે.

કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. `સરહદ ડેરી’ કચ્છના પશુપાલકો પાસેથી દૂધની ખરીદ પદ્ધતિમાં આગામી તા. 1લી જાન્યુ.થી ફેટ અને એસ.એન.એફ. આધારિત ખરીદીમાં ગુજરાતના તમામ જિલ્લા સહકારી દૂધ સંઘોમાં પ્રથમ બન્યો છે તેમજ સદર નવા ભાવપત્રકમાં ગાયના દૂધમાં દોઢ રૂપિયાનો પ્રતિલિટર વધારો કરવામાં આવેલો છે. આમ, માત્ર 10 વર્ષ અગાઉ શરૂ થયેલી સરહદ ડેરી જૂના સંઘો માટે ખરીદ ભાવ પદ્ધતિમાં સુધારો કરવા માટે પ્રેરણારૂપ બની છે.

નવો ભાવ અમલી કરવામાં અમારી સૌપ્રથમ પ્રાથમિકતા ગાયના દૂધના ભાવો પૂરતા મળી રહે તે રહી છે જેથી આ નવા કોઠામાં ગાયના દૂધના ભાવોમાં દોઢ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તેમજ સાચા પશુપાલકો જે પોતાના પશુઓને નિયમિત પોષણક્ષમ આહાર આપે છે અને મંડળીમાં ચોખ્ખું દૂધ ભરાવે છે તેઓને દૂધના પૂરતા ભાવો મળી રહેશે અને તમામ પશુપાલકોને સારું અને ચોખ્ખું દૂધ ભરાવવા માટે પ્રેરણારૂપ બનશે અને મંડળીઓ અને દૂધ સંઘને પણ ઓછા એસ.એન.એફ.ના કારણે થતું નુકસાન અટકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *