ભુજમાંથી ગુજસીકોટના નામચીન આરોપી નિખિલ દોંગાને ઝડપી લેવા રાજયભરમાં નાકાબંધી

Contact News Publisher

ગોંડલ જેલમાં બેઠા બેઠા ગુના ખોરીને અંજામ આપનાર ગુજસીટોકનો નામચીન આરોપી નિખિલ ઉર્ફે નિકુંજ ઉર્ફે નિલય રમેશ દોંગા ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન પોલીસ જાપતામાંથી પોલીસને થાપ આપી પલાયન થઈ ગયો હતો ત્યારે છેલ્લા બે મહિના દરમિયાન પોલીસને થાપ આપીને ભુજથી ચોથો આરોપી ભાગવામાં સફળ થયો છે સૌ પહેલા એ ડિવિઝન પોલીસ મથકમાંથી ભુજ પોસ્ટ કૈભાંડનો આરોપી સચિન ઠક્કર ત્યાર બાદ જે.આઈ.સી.જેલમાંથી બાંગ્લાદેશી આરોપી અને પૂર્વ ક્ચ્છની ગળપાદર જેલમાં રહેલો ભચાઉનો કેદી ભુજ મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લીધાબાદ ફિલ્મી ઢબે પોલીસપર પથ્થરવડે હુમલો કરીને નાશી છૂટ્યો હતો ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલનો નિખિલ દોંગા પોલીસ જાપતામાંથી પલાયન થઈ જતાં પોલીસ બેડામાં હડકંપ મચીજવા પામ્યો છે

પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલનો નિખિલ દોંગા ફરાર થયો હોવાનો બનાવ પ્રકાશમા આવ્યો હતો ગોંડલનો આ કુખ્યાત નિખીલ દોંગા ભુજની જનરલ હોસ્પિટલ ખાતે પોલીસ જાપ્તા હેઠળ ટીબી અને દાંતની સારવાર અર્થે દાખલ કરાયો હતો અને આ આરોપીને કેન્સરની બીમારી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે આ કુખ્યાત આરોપી વિરુદ્ધ છ દિવસમાં દશ જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા હતા અને તેની ગેંગના 11 સાગરીતોની ધરપકડ કરાઈ હતી અને નિખિલ ઉર્ફે નિકુંજ ઉર્ફે નિલય રમેશ દોંગા વિરુદ્ધ ગુજસીટોકની કાર્યવાહી કરીને ભુજની પાલારા જેલમાં ધકેલાયો હતો આ ખૂંખાર આરોઈને ઝડપીલેવા ભુજ કંટ્રોલ રૂમમાંથી રાજ્યભરમાં નાકા બંધી કરવાના આદેશ આપવામાં આવ્યા છે આ કુખ્યાત આરોપીને ભગાડવા પાછળ તેના બે સાગરીતો ભાવેશ ચંદુભાઈ ખૂંટ ઉર્ફે ખલી અને ભરત રામાણીએ મદદગારી કરાઈ હોવાનું સામે આવતા તેઓના વિરુદ્ધ અલગથી ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે ત્યારે અગાઉ પોલીસ જાપ્તામાંથી પલાયન થયેલા ત્રણેય આરોપીઓમે પોલીસે ગણતરીની કલાકોમાં દબોચી લીધા હતા ત્યારે આ કુખ્યાત આરોપીને ઝડપવામાં પોલીસને કેટલી સફળતા મળે છે તે તરફ મીટ મંડાઈ છે ત્યારે પોલીસ કર્મીઓની ફરજમાં આટલી ઘોર બેદરકારી કેવિરીતે દાખવી રહ્યાં છે તેવા અણીયારા પ્રશ્નો પણ જાગૃત નાગરિકોમાં ઉઠી રહ્યાં છે આ ઘટનાને પગલે કચ્છ પોલીસ બેડામાં હડકંપ સાથે આ કુખ્યાત આરોપીને ઝડપીલેવા દોડધામ મચીજવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News