ભુજમાં અનેક શહેરી વિસ્તારોમાં પાન-ગલ્લાઓની કેબિને થતું ગેરકાયદે પેટ્રોલનું ધૂમ વેંચાણ

Contact News Publisher

ભુજની રાવલવાડી ચોકડી પર આજે ભરબપોરે પેટ્રોલ છાંટીને સળગાવવાના હિચકારા બનાવે ચકચાર જમાવી છે, આ કિસ્સો તંત્ર માટે લાલ બતી સમાન કહી શકાય, ખાસ કરીને પુરવઠાતંત્ર માટે આંખ ઉઘાડનારો બની રહ્યો છે. રાવલવાડી હોય કે, મંગલમ ચાર રસ્તા, ઉપરાંત ધોરીમાર્ગો પર નાના-મોટા કેબિનધારકો ગેરકાયદેસર પેટ્રોલ વેંચી રહ્યા છે, પરંતુ તંત્ર હજુ ઊંઘે છે.

રાવલવાડી રિલો. સાઇટની રઘુવંશી નગર પાસેની ઘટનામાં ભોગ બનનાર પાન બીડી વેંચતા કેબિનધારકના કિસ્સામાં પણ પેટ્રોલનું વેચાણ નિમિત બન્યું છે. લિટરે બે ત્રણ રૂપિયાનો નફો ચડાવીને ઘરઆંગણે પેટ્રોલનું વેચાણ ગામમાં ધોરીધરાર થઇ?રહ્યું છે. જાગૃતોના કહેવા અનુસાર ભુજમાં જેટલા પેટ્રોલપમ્પ છે તેનાથી એકસો ગણી સંખ્યામાં આવા ગેરકાયદે છૂટક પેટ્રોલ વેચાણ કેન્દ્રો છે. અગાઉ એવો નિયમ હતો કે, પેટ્રોલપંપ પર માત્ર ઘડિયાળ અને ગેરેજ સંચાલકોને જ શીશા કે કેનમાં પેટ્રોલ ભરી દેવાતું હતું પરંતુ હવે કોઇપણ જણને કેનમાં પેટ્રોલ ભરી દેવાય છે. જ્વલનશીલ પ્રવાહી લાયસન્સ વિના વેંચી ન શકાય છતાંયે તંત્રની મીઠી નજરના લીધે કોઇ રોક નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *